Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ગુજરાત ચૂંટણી પરિણામ 2026: સોશિયલ મીડિયા સ્ટાર્સનો જલવો, પૂર્વ IPS અને પૂર્વ MLA ની આંચકાજનક હાર

Chief Editor April 28, 2026
Gujarat Election Results

Gujarat Election Results | ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 (Local Body Election 2026) ના પરિણામોમાં અનેક ચર્ચિત ચહેરાઓના નસીબનો ફેંસલો થયો છે. આ વખતે જનતાએ ગ્લેમર અને સોશિયલ મીડિયા (Social Media) પ્રભાવ ધરાવતા સ્ટાર્સને પ્રાધાન્ય આપ્યું છે, જ્યારે અનેક દિગ્ગજ નેતાઓ અને પૂર્વ અધિકારીઓને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે.

અંકિતા પરમાર (વડોદરા): જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. તેમણે વડોદરાની પોર જિલ્લા પંચાયત બેઠક પરથી ભાજપની ટિકિટ પર જીત મેળવી છે. ટિકિટ વિતરણ વખતે સ્થાનિક સ્તરે તેમનો વિરોધ થયો હતો, પરંતુ જનતાએ તેમના પક્ષમાં કૌલ આપ્યો છે.

રાજલ બારોટ-બાંભણીયા (ઉના): ગુજરાતના લોકપ્રિય લોકગાયિકા છે. તેમણે ઉના નગરપાલિકા થી પ્રથમવાર ચૂંટણી લડી અને 2313 મતો મેળવીને શાનદાર વિજય હાંસલ કર્યો છે.

કાવ્યા કથીરિયા (સુરત): પાટીદાર આંદોલનના નેતા અલ્પેશ કથીરિયાના પત્ની છે. તેમણે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં. 3 માંથી વિજય મેળવી પોતાના પરિવારનો રાજકીય દબદબો જાળવી રાખ્યો છે.

નેહા સુથાર (વિજાપુર): ગુજરાતી ફિલ્મ અભિનેત્રી અને સિંગર છે. તેમણે વિજાપુર તાલુકા પંચાયતની કુદેડા બેઠક પરથી જીત મેળવી રાજકારણમાં સફળ એન્ટ્રી કરી છે.

રાજુ કરપડા (મુળી-2): જાણીતા ખેડૂત આગેવાન છે. અગાઉ આમ આદમી પાર્ટીમાં હતા, જે બાદમાં ભાજપમાં જોડાયા હતા. તેમણે મુળી-2 જિલ્લા પંચાયત બેઠક પર જીત મેળવી છે.

ચૂંટણીમાં પરાજયનો સામનો કરનાર ઉમેદવારો

મનોજ નિનામા (શામળાજી): તેઓ પૂર્વ IPS અધિકારી છે. નિવૃત્તિના માત્ર બે મહિના પહેલા રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા, પરંતુ શામળાજીની ઓડ બેઠક પર તેમનો 2700 મતો થી કારમો પરાજય થયો છે.

ભૂપત ભાયાણી (ભેંસાણ): પૂર્વ ધારાસભ્ય છે જેઓ AAP માંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. ભેંસાણ જિલ્લા પંચાયત બેઠક પર AAP ના ઉમેદવાર દિનેશ રૂપારેલીયાએ તેમને 1700 મતો થી હરાવ્યા છે.

નયનાબા જાડેજા (રાજકોટ): ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન છે. તેઓ રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. 2 માં કોંગ્રેસના ઉમેદવાર હતા, પરંતુ ભાજપના ઉમેદવાર સામે તેમની હાર થઈ છે.

RJ આભા (રાજકોટ): જાણીતા રેડિયો જોકી છે. કોંગ્રેસે તેમને રાજકોટ મનપાના વોર્ડ નંબર 10 માંથી મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ સોશિયલ મીડિયા અને રેડિયોની લોકપ્રિયતા મતોમાં પરિવર્તિત થઈ શકી નથી.

સોનલ ડેર (લાઠી): ખ્યાતનામ લોકસાહિત્યકાર માયા આહીરના પુત્રી છે. લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર શાંતિબેન ડેરે તેમને પરાજિત કર્યા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Gujarat (ગુજરાત)

Post navigation

Previous: ઈરાન-અમેરિકા સંઘર્ષ: રશિયાના સમર્થનથી ઈરાન આક્રમક, પુતિનની એન્ટ્રીએ પશ્ચિમી દેશોની ચિંતા વધારી
Next: કિંગ ચાર્લ્સનો ટ્રમ્પને જડબાતોડ જવાબ: “અમે ના હોત તો તમે ફ્રેન્ચ બોલતા હોત!”
Follow

Recent Posts

  • ઈરાન અને કતારની આ ડીલ જો થઈ હોત તો દુનિયાભરમાં મચી જાત હાહાકાર! પરંતુ તેહરાન ન માન્યું
  • વાસ્તુ ટિપ્સ: કિચન સિંક નીચે ભૂલથી પણ ન રાખો આ 5 વસ્તુઓ, ઘરમાં આવશે આર્થિક તંગી!
  • કોમર્શિયલ જહાજો પર ઘાતક હુમલા ગેરવાજબી, એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
  • ટ્રમ્પના આરોપો પર ઈરાનનો પલટવાર: ‘ભારતીય જહાજો પર ડ્રોન હુમલાનો દાવો તદ્દન પાયાવિહોણો’
  • ભારતે ત્રણ સફળ ફ્લાઇટ ટેસ્ટ સાથે બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ ક્ષમતાનું શાનદાર પ્રદર્શન કર્યું
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.