US Midterm Elections | અમેરિકામાં 2026ની મધ્યસત્ર ચૂંટણીમાં ભારતીય મૂળના ઉમેદવારોએ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. વિવિધ રાજકીય હોદ્દાઓ માટે ચૂંટણી લડનારા ભારતીય-અમેરિકન ઉમેદવારોમાંથી પિયા દાંડિયા, સુહાસ સુબ્રમણ્યમ અને અરુણા મિલરે જીત મેળવી છે. બીજી તરફ, રો ખન્ના, એમી બેરા સહિતના કેટલાક જાણીતા ઉમેદવારોના પરિણામો મતગણતરી દરમિયાન બાકી હોવાનું અહેવાલમાં જણાવાયું હતું.
ફ્લોરિડાની 22મી કોંગ્રેસનલ બેઠક પરથી ડેમોક્રેટિક ઉમેદવાર પિયા દાંડિયાએ રિપબ્લિકન ઉમેદવાર કેસી અસ્કરને હરાવીને અમેરિકાની પ્રતિનિધિ સભામાં સ્થાન મેળવ્યું છે.
ભારતીય મૂળનાં માતા-પિતાને ત્યાં જન્મેલાં પિયા દાંડિયા ફ્લોરિડાના પામ બીચ કાઉન્ટીમાં ઉછર્યાં હતાં. તેઓ અગાઉ શિક્ષિકા અને હાર્લેમની હાઈસ્કૂલનાં આચાર્ય તરીકે કામ કરી ચૂક્યાં છે.
વ્હાઇટ હાઉસ ફેલો તરીકે સેવા આપવાની સાથે તેઓ એપલ કંપની સાથે પણ જોડાયેલાં રહ્યાં હતાં. શિક્ષણ, જીવનનિર્વાહના ખર્ચમાં ઘટાડો અને આર્થિક તકો તેમના ચૂંટણી પ્રચારના મુખ્ય મુદ્દા રહ્યા હતા.
વર્જિનિયાની 10મી કોંગ્રેસનલ બેઠક પરથી ડેમોક્રેટિક સાંસદ સુહાસ સુબ્રમણ્યમે ફરી જીત મેળવી છે. તેમણે રિપબ્લિકન ઉમેદવાર ડેવ ટી. બેકવિથને હરાવ્યા હતા.
સુહાસને 63.16 ટકા મત એટલે કે 1,73,106 મત મળ્યા હતા, જ્યારે બેકવિથને 34.66 ટકા એટલે કે 94,990 મત મળ્યા હતા. અપક્ષ ઉમેદવાર અહસન મુજીબ મલિકને 1.99 ટકા મત મળ્યા હતા. આ સાથે સુહાસે અમેરિકાની પ્રતિનિધિ સભામાં બીજી ટર્મ માટે સ્થાન જાળવી રાખ્યું છે.
મેરીલેન્ડમાં ભારતીય મૂળનાં અરુણા મિલરે પણ લેફ્ટનન્ટ ગવર્નર તરીકે વધુ એક કાર્યકાળ મેળવ્યો છે. તેઓ ડેમોક્રેટિક ગવર્નર વેસ મૂર સાથે ચૂંટણી મેદાનમાં હતાં. રિપબ્લિકન પક્ષના ઉમેદવાર રોબ ક્રોપ સામે તેમની જીતથી રાજ્યના ઉચ્ચ વહીવટી હોદ્દા પર ભારતીય મૂળનું પ્રતિનિધિત્વ યથાવત્ રહેશે.
બીજી તરફ, ભારતીય મૂળના અન્ય જાણીતા રાજકીય ચહેરાઓ રો ખન્ના અને એમી બેરા સહિતના ઉમેદવારોના પરિણામો અંગે મતગણતરી ચાલુ હતી.
નોર્થ કેરોલિનામાં રિપબ્લિકન ઉમેદવાર મહેશ ગણોરકર અને ટેક્સાસમાં ડેમોક્રેટિક ઉમેદવાર પૂજા સેઠી સહિતના ઉમેદવારોની ચૂંટણી સ્થિતિ પર પણ નજર રાખવામાં આવી રહી હતી.
આ પરિણામો અમેરિકાના રાજકારણમાં ભારતીય મૂળના નાગરિકોની વધતી ભાગીદારી અને રાજકીય પ્રતિનિધિત્વ દર્શાવે છે.
Highlight
- અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ભારતીય મૂળના નેતાઓની મોટી સફળતા
- અનેક મહત્વની બેઠકો પર વિજય
- પિયા દાંડિયા ફ્લોરિડાથી, સુહાસ સુબ્રમણ્યમ વર્જિનિયાથી ફરી ચૂંટાયા
- મેરીલેન્ડમાં અરુણા મિલરને પણ વધુ એક કાર્યકાળ મળ્યો
- રો ખન્ના અને એમી બેરાના પરિણામની રાહ
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
