Gujarat Development

ગુજરાતમાં રસ્તાઓનું નેટવર્ક થશે હાઈટેક: મુખ્યમંત્રીની રૂ. 3,400 કરોડની મોટી ભેટ, હવે 10 વર્ષ સુધી કોન્ટ્રાક્ટરોએ રસ્તા સાચવવા પડશે

ગુજરાત સરકાર (Government of Gujarat) દ્વારા રાજ્યના નાગરિકોની સુખાકારી અને પરિવહન સુવિધામાં વધારો કરવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં રાજ્યના માર્ગોના નેટવર્કને (Road Network) વધુ સુદ્રઢ અને સુરક્ષિત બનાવવા માટે રૂ. 3,400 કરોડથી વધુના વિકાસકામોને મંજૂરી આપવામાં આવી છે.

આ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની પરંપરાને આગળ ધપાવતા રાજ્યમાં 5,700 કિમીના ‘નોન-પ્લાન્ડ’ (Non-Planned) રસ્તાઓનું રીસરફેસીંગ (Resurfacing) કરવામાં આવશે.

ગ્રામ્ય કનેક્ટિવિટીમાં થશે મોટો સુધારો આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના 33 જિલ્લાઓમાં કુલ 2,342 જેટલા કામો હાથ ધરવામાં આવશે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી રાજ્યના 67% જેટલા નોન-પ્લાન રસ્તાઓ કવર થઈ જશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના પરાં અને અંતરિયાળ વસાહતોની કનેક્ટિવિટી (Connectivity) વધશે, જેનાથી નાગરિકોની મુસાફરી વધુ સુરક્ષિત, ઝડપી અને સરળ (Easy and Safe Travel) બનશે. જે રસ્તાઓને 8 વર્ષ પૂર્ણ થયા હોય તેવા તમામ રસ્તાઓને પણ આગામી વર્ષના આયોજનમાં સમાવી લેવામાં આવશે.

જવાબદારીનું નવું મોડેલ: OPRC અને PBMC માર્ગોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે સરકારે મેન્ટેનન્સ (Maintenance) પદ્ધતિમાં ક્રાંતિકારી ફેરફાર કર્યો છે. હવે રસ્તાના કામો માટે ‘આઉટપુટ એન્ડ પરફોર્મન્સ બેસ્ડ કોન્ટ્રાક્ટ’ (OPRC) અને ‘પરફોર્મન્સ બેસ્ડ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ’ (PBMC) પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે.

OPRC મોડેલ: રૂ. 25 કરોડથી વધુના કામો આ હેઠળ થશે. તેનો કરાર 10 વર્ષનો રહેશે, જેમાં 2 વર્ષ બાંધકામ અને 8 વર્ષ મેન્ટેનન્સનો ગાળો રહેશે.

PBMC મોડેલ: રૂ. 2 કરોડથી 25 કરોડ સુધીના કામો માટે 7 વર્ષનો કરાર રહેશે, જેમાં 1 વર્ષ સપાટી સુધારણા અને 6 વર્ષ જાળવણીનો સમાવેશ થાય છે.

ગુણવત્તાના આધારે થશે પેમેન્ટ નવી પદ્ધતિની સૌથી મોટી વિશેષતા એ છે કે કોન્ટ્રાક્ટરને (Contractor) ચૂકવણી કામના જથ્થા પર નહીં, પરંતુ રસ્તાની ગુણવત્તા (Quality) અને પરફોર્મન્સના આધારે કરવામાં આવશે. ડામરની સપાટીની સાથે સાઈડ શોલ્ડર, ડ્રેનેજ, રોડ ફર્નિચર (Road Furniture), સાઈન બોર્ડ અને માર્કિંગની જાળવણી પણ કોન્ટ્રાક્ટરે જ કરવાની રહેશે. ડિજિટલ મોનિટરિંગ (Digital Monitoring) અને વૈજ્ઞાનિક પદ્ધતિના કારણે રાજ્યના રસ્તાઓ ખાડામુક્ત (Pothole-free Roads) બનશે અને માર્ગ અકસ્માતોમાં (Road Accidents) પણ નોંધપાત્ર ઘટાડો થશે. આ નિર્ણય ‘વિકસિત ગુજરાત’ (Viksit Gujarat) ના સંકલ્પને સાકાર કરવામાં પાયારૂપ સાબિત થશે.

Chief Editor

Recent Posts

INSAFનો “ Thanks Giving “ પ્રોગ્રામ

INSAF (ઇન્ડો અમેરીકન સીનીયરસ એસોસીએશન, ફૃીમોન્ટ) કેલીફોરનીઆ “ Thanks Giving “ પ્રોગ્રામ -૨૪મી નવેમ્બર ૨૦૨૬…

11 hours ago

ડેલાસમાં દિવાળી ઉજવણી, ટોચના લોકો હાજર રહ્યા

ડેલાસમાં દિવાળી ઉજવણીમાં મેયરો, કોન્સ્યુલ જનરલ અને સ્થાનિક આગેવાનો જોડાયા સાંસ્કૃતિક કાર્યક્રમો, આગેવાનોના સંબોધન, ભોજન…

11 hours ago

ડલાસમાં ભવ્ય અન્નકૂટ

વૈષ્ણવ સંઘ ડલાસ દ્વારા રવિવાર નવેમ્બર ૧૫ના રોજ સાંજે ૪ વાગે ભવ્ય અન્નકૂટ યોજાયો વૈષ્ણવ…

11 hours ago

कनाडा में ब्राह्मण समाज द्वारा दिवाली गाला डिनर का आयोजन, 11 प्रतिभाओं को किया गया सम्मानित

Brahmin Samaj of Ontario | कनाडा में भारतीय संस्कृति और परंपराओं को जीवंत रखने तथा…

21 hours ago

કેનેડામાં બ્રાહ્મણ સમાજ દ્વારા દિવાળી ગાલા ડિનરનું આયોજન, 11 પ્રતિભાઓનું સન્માન કરાયું

Brahmin Samaj of Ontario | કેનેડામાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના જતન સાથે બ્રાહ્મણ સમાજ ઓફ ઑન્ટારિયો…

21 hours ago

अमेरिका में फुटबॉलर बनने का सपना लेकर गए 18 वर्षीय भारतीय मूल के खिलाड़ी की गोली मारकर हत्या

Krissh Mahatma | अमेरिका में फुटबॉलर बनने का सपना लेकर गए ब्रिटेन के 18 वर्षीय…

21 hours ago