G 20 હેઠળ ગાંધીનગરમાં આયોજિત’B-20 ઇન્સેપ્શન’ મિટિંગમાં સહભાગી થવા ગુજરાતના
મહેમાન બનેલા રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય મહાનુભાવોએ ગાંધીનગર ખાતે દાંડી કુટિરની
મુલાકાત લઈને પૂજ્ય મહાત્મા ગાંધીજી જીવન- દર્શનથી પ્રભાવિત થયા હતા.

તેમણે ગાંધી કુટીરમાં મહાત્મા ગાંધીની જીવનગાથાની દ્રશ્ય શ્રાવ્ય ઝલક મેળવી હતી લંડન
ખાતે કાયદાનો અભ્યાસ, દક્ષિણ આફ્રિકામાં બ્રિટીશરો સામે સત્યાગ્રહની શરૂઆતથી લઈને
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગાંધીજીના યોગદાનને જાણ્યું હતું.