Categories: Uncategorized

‘થેન્ક્યુ ડાર્લિંગ… તમે મૂર્ખ છો’: ઈન્ટરવ્યુઅર પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ, માઈક હટાવી અધવચ્ચેથી ચાલ્યા ગયા

Donald Trump Interview | અમેરિકાના રાષ્ટ્રપતિ (US President) ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે NBC ના શો ‘મીટ ધ પ્રેસ’ (Meet the Press) ના મોડરેટર ક્રિસ્ટન વેલ્કર પર જોરદાર આકરા પ્રહારો કર્યા હતા અને ટેલિવિઝન ઇન્ટરવ્યુ (Television interview) ને અધવચ્ચે જ સમાપ્ત કરી દીધું હતું.

ટ્રમ્પે અમેરિકાની ચૂંટણીઓ હેક અને રિગ્ડ (Rigged) હોવાના પોતાના દાવાઓનો બચાવ કરતા વેલ્કર અને અન્ય અગ્રણી અમેરિકન ન્યૂઝ નેટવર્ક્સ (News networks) પર કથિત રીતે પક્ષપાતી અને ભ્રષ્ટ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ હાઈ-વોલ્ટેજ ડ્રામા ત્યારે વધુ વણસ્યો જ્યારે વેલ્કરે ટ્રમ્પને ચૂંટણીમાં થયેલી છેતરપિંડીના વારંવાર કરવામાં આવતા દાવાઓ માટે પુરાવા રજૂ કરવા દબાણ કર્યું હતું.

ટ્રમ્પે આ સવાલથી ગુસ્સે થઈને મોડરેટર પર સીધો વ્યક્તિગત હુમલો કર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ રહેલા વિડીયો અનુસાર, ટ્રમ્પે વેલ્કરને કહ્યું, “ખરેખર? તમે કાં તો કપટી છો અથવા તો તમે મૂર્ખ (Stupid) છો.” આટલું કહીને તેમણે પોતાનું માઇક્રોફોન (Microphone) હટાવી દીધું અને ઇન્ટરવ્યુ છોડીને બહાર નીકળી ગયા હતા.

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે વેલ્કરે ટ્રમ્પને તેમના પ્રસ્તાવિત ‘એન્ટી-વેપનાઈઝેશન ફંડ’ (Anti-weaponisation fund) વિશે પ્રશ્ન પૂછ્યો હતો. આ પ્લાન (Plan) નો હેતુ એવા લોકોને વળતર આપવાનો છે જેઓ માને છે કે તેમને બાયડેન વહીવટીતંત્ર દ્વારા અન્યાયી રીતે નિશાન બનાવવામાં આવ્યા હતા.

જોકે, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (US Department of Justice) દ્વારા આગળ વધવાની ના પાડ્યા બાદ આ પ્રસ્તાવ અટકી ગયો છે. આ વિચારનો બચાવ કરતા ટ્રમ્પે મીડિયા (Media) અને રાજકીય વિરોધીઓ પર રાજકીય રીતે પ્રેરિત પ્રાસિક્યુશન (Prosecution) દ્વારા લોકોના જીવન બરબાદ કરવાનો આરોપ લગાવ્યો હતો.

ટ્રમ્પે કહ્યું કે, “મને આ વિચાર ગમે છે કારણ કે તમારા જેવા લોકો, નકલી ગંદી પ્રેસ, કપટી પ્રેસ અને મૂર્ખ બાયડેન જેવા લોકો… જેઓ નથી જાણતા કે શું ચાલી રહ્યું છે, પરંતુ તેમની આસપાસના લોકોએ નિર્દોષોને જેલ (Jail) માં મોકલીને લોકોની જિંદગી બરબાદ કરી નાખી.”

જ્યારે વેલ્કરે 2020 (2020) ની યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં છેતરપિંડીના તેમના દાવાઓ પર પુરાવા માંગ્યા ત્યારે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. ટ્રમ્પે દાવો કર્યો કે, “મારી વાત સાંભળો: અહીં જબરદસ્ત પુરાવા (Evidence) છે. ચૂંટણી રિગ્ડ હતી અને તે અત્યારે કેલિફોર્નિયા (California) માં પણ થઈ રહ્યું છે.”

વેલ્કરે વારંવાર પુરાવા આપવા કહ્યું, પરંતુ ટ્રમ્પે પુરાવા આપવાને બદલે કેલિફોર્નિયામાં વોટ કાઉન્ટિંગ (Vote counting) ની ગતિ તરફ ઈશારો કર્યો અને ચૂંટણી અધિકારીઓ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો. તેમણે આગળ ઉમેર્યું કે, “તમારી પ્રેસ કપટી છે, મીટ ધ પ્રેસ કપટી છે, અને ABC, CBS તેમજ CNN પણ વન-સાઇડેડ (One-sided) નેટવર્ક છે.”

આ પછી ટ્રમ્પે ઈન્ટરવ્યુ ખતમ કરવાનો સંકેત આપતા વેલ્કરને કહ્યું, “ચાલો હવે આ બંધ કરીએ કારણ કે હવે બહુ થયું. થેન્ક્યુ ડાર્લિંગ (Thank you, darling).” જોકે વેલ્કરે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પણ ટ્રમ્પે માઈક કાઢી નાખ્યું અને “અપ્રમાણિક પ્રેસ સાથે દેશ ક્યારેય મહાન બની શકતો નથી” તેમ કહીને ત્યાંથી ચાલ્યા ગયા હતા.

ટ્રમ્પનો પત્રકારો, ખાસ કરીને મહિલા પત્રકારો સાથેનો આ કોઈ પહેલો વિવાદ નથી. આ પહેલા નવેમ્બર 2025 (November 2025) માં, તેમણે બ્લૂમબર્ગ (Bloomberg) ની રિપોર્ટર કેથરિન લ્યુસીને પણ એક સવાલ પર “શાંત રહો, પિગી (Piggy)” કહીને અપમાનિત કરી હતી. આ ઉપરાંત, તેમણે ABC ન્યૂઝની મેરી બ્રુસને પણ ખરાબ રિપોર્ટર (Reporter) કહીને બોલાવી હતી.

Chief Editor

Recent Posts

પિંક ગરબા અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ

આસ્થા ચેરિટીઝ દ્વારા 'પિંક ગરબા' અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ દ્વારા સમુદાયને એકસાથે લાવવામાં આવ્યો છેલ્લા…

2 days ago

અમેરિકામાં ભારતીય મૂળના અબજોપતિ સંજય ગોવિલ બનાવશે 10,000 દર્શકોની ક્ષમતાવાળું ક્રિકેટ સ્ટેડિયમ

અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ભારતીય મૂળના ટેક્નોલોજી ક્ષેત્રના અબજોપતિ ઉદ્યોગપતિ સંજય ગોવિલે મહત્વપૂર્ણ પહેલ…

2 days ago

ડંકી રૂટથી અમેરિકા જવા નીકળેલા ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ, ₹1 કરોડની ખંડણી માગી

Dunki Route | ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ તેમની મુક્તિ…

2 days ago

અમેરિકામાં 7 વર્ષ નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિએ કામકાજની સંસ્કૃતિનો અનુભવ શેર કર્યો

Indian Work Culture |અમેરિકામાં 7 વર્ષ સુધી નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિ…

2 days ago

અમેરિકામાં મતદાન કૌભાંડ: “મને ખબર નહોતી કે હું વોટ ન આપી શકું”, કમલેશ શાહનો દાવો

Operation Protect the Vote | અમેરિકાની 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે વોટિંગ કરવાના આરોપમાં કેલિફોર્નિયામાં…

5 days ago