Sports

‘અમ્પાયર પણ ભારતનો સાથ આપે છે…’, પાકિસ્તાની ક્રિકેટર ખુશદિલ શાહનું વિવાદાસ્પદ નિવેદન

Khushdil Shah Controversy | ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ક્રિકેટ મુકાબલો માત્ર એક રમત નથી, પરંતુ બંને દેશોના કરોડો પ્રશંસકોની લાગણીઓ સાથે જોડાયેલી એક મોટી ઈવેન્ટ (Event) માનવામાં આવે છે. આવા સંજોગોમાં જ્યારે પણ કોઈ ખેલાડી તરફથી આ હરીફાઈને લઈને કોઈ વિવાદાસ્પદ નિવેદન આવે છે, ત્યારે તે તરત જ હેડલાઇન્સ બની જાય છે.

તાજેતરમાં પાકિસ્તાનના ઓલરાઉન્ડર ખુશદિલ શાહે ભારત-પાકિસ્તાન ક્રિકેટ મુકાબલાઓને લઈને એક અત્યંત વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ આપતાં નવી ચર્ચા જગાવી છે. ખુશદિલે દાવો કર્યો છે કે ભારત સામે રમાતી મેચોમાં અમ્પાયરિંગ સહિતના કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો ઘણી વખત ભારતીય ટીમના પક્ષમાં જતા હોય છે. તેના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા (Social media) પર પ્રતિક્રિયાઓનું ઘોડાપૂર આવ્યું છે.

એક પોડકાસ્ટ (Podcast) દરમિયાન સાથી ખેલાડી અબ્બાસ આફ્રિદી સાથેની વાતચીતમાં ખુશદિલ શાહે ભારત-પાકિસ્તાન મુકાબલાઓના માહોલ અંગે ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેણે જણાવ્યું કે બંને દેશો વચ્ચેની મેચોમાં સામાન્ય મુકાબલાઓ કરતાં વધુ લાગણીસભર અને મેન્ટલ પ્રેશર (Mental pressure) અલગ જ સ્તર પર હોય છે.

વાતચીત દરમિયાન ખુશદિલ શાહે દાવો કર્યો કે ભારત સામેની મેચોમાં ઘણી વસ્તુઓ તેમના પક્ષમાં જાય છે. અમ્પાયરિંગના કેટલાક નિર્ણયો તેમના પક્ષમાં હોય છે, કેટલાક ડ્રેસિંગ રૂમ (Dressing room) સંબંધિત બાબતો તેમજ મેચનું ઓર્ગેનાઈઝેશન (Organization) પણ ઘણીવાર તેમની ઈચ્છા મુજબ થતું હોવાનું અનુભવાય છે. આડકતરી રીતે તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની નિષ્પક્ષતા સામે પણ આંગળી ચીંધી છે, જોકે તેણે પોતાના આ ગંભીર આરોપો પાછળ કોઈ પુરાવા રજૂ કર્યા નથી.

ખુશદિલ શાહનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તાજેતરના વર્ષોમાં ભારતે પાકિસ્તાન સામે ક્રિકેટના મેદાન પર પોતાનું પ્રચંડ પ્રભુત્વ જાળવી રાખ્યું છે. ખાસ કરીને એશિયા કપ 2025 (Asia Cup 2025) માં ભારતે પાકિસ્તાનને 3 વખત ધૂળ ચટાવી હતી.

પાકિસ્તાને છેલ્લીવાર સપ્ટેમ્બર 2022 (September 2022) માં એશિયા કપની સુપર-4 (Super-4) મેચમાં ભારતને હરાવ્યું હતું, પરંતુ ત્યાર બાદ બંને ટીમો વચ્ચે રમાયેલી સતત 6 મેચોમાં ભારતીય ટીમે શાનદાર જીત નોંધાવી છે.

વન-ડે ક્રિકેટ (ODI Cricket) માં પણ પાકિસ્તાનની ભારત સામેની છેલ્લી જીત વર્ષ 2017 (2017) ની ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) ની ફાઇનલમાં આવી હતી. ભારતીય ફેન્સે ખુશદિલના આ નિવેદનને પાકિસ્તાનની સતત હારની ફ્રસ્ટ્રેશન (Frustration) ગણાવી છે.

Chief Editor

Recent Posts

પિંક ગરબા અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ

આસ્થા ચેરિટીઝ દ્વારા 'પિંક ગરબા' અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ દ્વારા સમુદાયને એકસાથે લાવવામાં આવ્યો છેલ્લા…

2 days ago

અમેરિકામાં ભારતીય મૂળના અબજોપતિ સંજય ગોવિલ બનાવશે 10,000 દર્શકોની ક્ષમતાવાળું ક્રિકેટ સ્ટેડિયમ

અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ભારતીય મૂળના ટેક્નોલોજી ક્ષેત્રના અબજોપતિ ઉદ્યોગપતિ સંજય ગોવિલે મહત્વપૂર્ણ પહેલ…

2 days ago

ડંકી રૂટથી અમેરિકા જવા નીકળેલા ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ, ₹1 કરોડની ખંડણી માગી

Dunki Route | ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ તેમની મુક્તિ…

2 days ago

અમેરિકામાં 7 વર્ષ નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિએ કામકાજની સંસ્કૃતિનો અનુભવ શેર કર્યો

Indian Work Culture |અમેરિકામાં 7 વર્ષ સુધી નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિ…

3 days ago

અમેરિકામાં મતદાન કૌભાંડ: “મને ખબર નહોતી કે હું વોટ ન આપી શકું”, કમલેશ શાહનો દાવો

Operation Protect the Vote | અમેરિકાની 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે વોટિંગ કરવાના આરોપમાં કેલિફોર્નિયામાં…

5 days ago