Gujarati Youth Arrested Illinois America | અમેરિકા (America) ના ઈલિનોય (Illinois) સ્ટેટના હોફમેન એસ્ટેટ્સ (Hoffman Estates) માં 25 વર્ષીય ગુજરાતી યુવક ધ્રુવ પટેલ સામે ટ્રાફિક તપાસ દરમિયાન પોલીસ પર ગન તાણવા બદલ ગંભીર ગુના નોંધાયા છે.
પોલીસ રિપોર્ટ અનુસાર, રિવર બર્ચ ડ્રાઇવના 5700 બ્લોકમાં નંબર પ્લેટ વિનાની બાઈક લઈને જઈ રહેલા ધ્રુવને પોલીસે અટકાવ્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે તે સસ્પેન્ડેડ લાઈસન્સ (Suspended license) સાથે બાઈક ચલાવી રહ્યો હતો.
જ્યારે અધિકારીઓએ તેને કસ્ટડી (Custody) માં લેવાનો પ્રયાસ કર્યો, ત્યારે ધ્રુવ અચાનક ઉશ્કેરાઈ ગયો હતો. તેણે પોતાના સ્વેટરમાં છુપાવી રાખેલી હેન્ડગન (Handgun) બહાર કાઢી ઓફિસરો તરફ તાકવાનો પ્રયત્ન કર્યો હતો.
જોકે, સતર્ક પોલીસ અધિકારીઓએ તેને ગન ચલાવવાની તક આપ્યા વિના ત્વરિત કાબૂમાં લીધો હતો. ત્યારબાદ વધારાની પોલીસ ટીમ (Police team) ઘટનાસ્થળે દોડી આવી હતી અને ધ્રુવને નિઃશસ્ત્ર કરી તેની ધરપકડ (Arrest) કરી લીધી હતી.
કૂક કાઉન્ટી સ્ટેટ એટર્ની ઓફિસ (Cook County State’s Attorney’s Office) દ્વારા તેની સામે ગેરકાયદેસર હથિયાર રાખવા અને પોલીસ પર હુમલો કરવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો મંજૂર કરાયો છે.
Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…