Meghna Patel Shot Dead US
Meghna Patel Shot Dead in USA | અમેરિકામાં (America) વસતા ગુજરાતી સમુદાય માટે સુરક્ષાનો પ્રશ્ન ફરી એકવાર ચિંતાનો વિષય બન્યો છે. તાજેતરમાં સામે આવેલી એક હચમચાવી દેતી ઘટનામાં, ઉત્તર ગુજરાતના મહેસાણા (Mehsana) જિલ્લાની એક યુવતીની અજાણ્યા શખ્સે ગોળી મારીને ઘાતકી હત્યા કરી દીધી છે. હુમલાની આ સમગ્ર ઘટના સ્ટોરના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે.
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામના વતની મેઘના પટેલ (Meghna Patel) છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા હતા અને ત્યાં એક સ્ટોરમાં (Store) નોકરી કરતા હતા. મેઘના પટેલ સ્ટોરમાં હાજર હતા ત્યારે એક અજાણ્યો શખ્સ ગ્રાહક બનીને અંદર આવ્યો હતો.
સીસીટીવી ફૂટેજ મુજબ, હુમલાખોરે જેકેટ (Jacket), હાથમાં મોજા, માસ્ક (Mask) અને ટોપી પહેરી હતી. તેણે મેઘના પટેલ સાથે થોડી સેકન્ડ વાતચીત કરી અને અચાનક અંધાધૂંધ ફાયરિંગ (Firing) શરૂ કરી દીધું હતું. ગોળીબાર કર્યા બાદ તે ટેબલ પરથી વસ્તુ લૂંટીને ભાગી છૂટ્યો હતો. આ ગંભીર હુમલામાં મેઘના પટેલનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
મેઘના પટેલના પિતા કરસનભાઈ અને માતા કપિલાબેન હાલ જંત્રાલ ગામે રહે છે, જ્યારે તેમના પતિ અને 2 બાળકો અમેરિકામાં તેમની સાથે રહેતા હતા. આ દુઃખદ સમાચાર મળતા જ વતનમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલમાં અમેરિકાની પોલીસે (Police) સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરને પકડવા માટે તપાસ તેજ કરી છે.
એકલ ડલ્લાસ દ્વારા ભારતના આશરે 342 ગામડોઓમાં પ્રભાવ પાળવા માટે $222,000 એકત્ર કરાયા લેન્ડમાર્ક DFW…
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ગ્રેટર નોઈડા (Greater Noida) વિસ્તારમાંથી એક હચમચાવી નાખે તેવી ઘટના…
કેનેડાના (Canada) ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ (Temporary Foreign Worker Program - TFWP) માં એક મોટો…
https://www.youtube.com/watch?v=fKiniAipCdM
વૈશ્વિક સ્તરે આર્થિક અને જીઓપોલિટિકલ (Geopolitical) અસ્થિરતા વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર (Indian Economy) સતત મજબૂતી…
Kisan Vikas Patra | ભારત સરકાર નાગરિકો માટે સલામત અને સુરક્ષિત રોકાણના અનેક વિકલ્પો પ્રદાન…