Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અમેરિકામાં ગુજરાતી યુવક ધ્રુવ પટેલની પોલીસ પર બંદૂક તાણવાના ગુનામાં ધરપકડ

Chief Editor May 27, 2026
dhruv patel gujarati youth arrested illinois america police

Gujarati Youth Arrested Illinois America | અમેરિકા (America) ના ઈલિનોય (Illinois) સ્ટેટના હોફમેન એસ્ટેટ્સ (Hoffman Estates) માં 25 વર્ષીય ગુજરાતી યુવક ધ્રુવ પટેલ સામે ટ્રાફિક તપાસ દરમિયાન પોલીસ પર ગન તાણવા બદલ ગંભીર ગુના નોંધાયા છે.

પોલીસ રિપોર્ટ અનુસાર, રિવર બર્ચ ડ્રાઇવના 5700 બ્લોકમાં નંબર પ્લેટ વિનાની બાઈક લઈને જઈ રહેલા ધ્રુવને પોલીસે અટકાવ્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે તે સસ્પેન્ડેડ લાઈસન્સ (Suspended license) સાથે બાઈક ચલાવી રહ્યો હતો.

જ્યારે અધિકારીઓએ તેને કસ્ટડી (Custody) માં લેવાનો પ્રયાસ કર્યો, ત્યારે ધ્રુવ અચાનક ઉશ્કેરાઈ ગયો હતો. તેણે પોતાના સ્વેટરમાં છુપાવી રાખેલી હેન્ડગન (Handgun) બહાર કાઢી ઓફિસરો તરફ તાકવાનો પ્રયત્ન કર્યો હતો.

જોકે, સતર્ક પોલીસ અધિકારીઓએ તેને ગન ચલાવવાની તક આપ્યા વિના ત્વરિત કાબૂમાં લીધો હતો. ત્યારબાદ વધારાની પોલીસ ટીમ (Police team) ઘટનાસ્થળે દોડી આવી હતી અને ધ્રુવને નિઃશસ્ત્ર કરી તેની ધરપકડ (Arrest) કરી લીધી હતી.

કૂક કાઉન્ટી સ્ટેટ એટર્ની ઓફિસ (Cook County State’s Attorney’s Office) દ્વારા તેની સામે ગેરકાયદેસર હથિયાર રાખવા અને પોલીસ પર હુમલો કરવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો મંજૂર કરાયો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Illinois (ઈલિનોય) USA (અમેરિકા)

Post navigation

Previous: અમેરિકામાં મહેસાણાની યુવતીની ગોળી મારી ઘાતકી હત્યા, લૂંટની સમગ્ર ઘટના CCTVમાં કેદ
Next: ‘SIR હાથ ધરવું એ ચૂંટણી પંચનો અધિકાર’, સુપ્રીમ કોર્ટે તમામ અરજી ફગાવી
Follow

Recent Posts

  • અમેરિકામાં 3 મિત્રોનો જીવ બચાવવા જતા ભારતીય વિદ્યાર્થીનું મોત
  • લંડન ડ્રીમ્સ: હરિયાણાના રોહતકનો માતૃ-પુત્રનો યુકેમાં એકસાથે બન્યા મેયર
  • ગ્રીન કાર્ડના નવા નિયમથી યુએસમાં ડોક્ટરો અને વૈજ્ઞાનિકો ઓછા થઈ જશે
  • 3 વખત US વિઝા રિજેક્ટ થયા હતા, આજે સંજય મેહરોત્રા ચલાવી રહ્યા છે $1 ટ્રિલિયનની માઇક્રોન કંપની
  • ‘ભારતીયો અને પાકિસ્તાનીઓ આપણી નોકરીઓ છીનવી રહ્યા છે’: બ્રિટિશ MP ના રંગભેદી નિવેદનથી મોટો વિવાદ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.