Breaking News

Sardar Patel an inspiration entire world UN Ambassador Ahmedabad 75 floats on the riverfront will showcase a glimpse of Pramukh Swamis life sardar-at-150-unity-march-reached-bhandra-in-narmada sports festival closing ceremony Home Minister Amitb Shah attend

December 6 Adra Nakshatra that gives 100 Mahashivaratri fal અમદાવાદ: આગામી માગશર મહિનાની વદ બીજ, શનિવાર, તારીખ ૬ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ એક અત્યંત મહત્ત્વપૂર્ણ ધાર્મિક યોગ બની રહ્યો છે. આ દિવસે માગશર માસનું મહાન આદ્રા નક્ષત્ર છે, જે પૌરાણિક દૃષ્ટિએ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે.

શિવલિંગ પ્રાગટ્યનો દિવસ: ધાર્મિક શાસ્ત્રો અનુસાર, આદ્રા નક્ષત્રનો આ દિવસ ભગવાન શિવના લિંગ સ્વરૂપના પ્રાગટ્ય સાથે સંકળાયેલો છે. આ દિવસે જ ભગવાન શિવ, બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને સૌપ્રથમ લિંગ પૂજા પણ બ્રહ્મા અને વિષ્ણુ દ્વારા કરવામાં આવી હતી. આ દિવસથી જ શિવલિંગ સ્વરૂપની પૂજાની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે.

પૂજાનું અવિશ્વસનીય મહત્ત્વ: જ્યોતિષી યોગેશ દાદા દેવળાના જણાવ્યા અનુસાર, ૬/૧૨/૨૦૨૫ના રોજ આવતા આ વિશેષ યોગમાં શિવલિંગની પૂજા-અર્ચના કરવાથી વ્યક્તિને ૧૦૦ મહાશિવરાત્રીની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે. તેથી આ દિવસે શિવ મંદિરે જઈને શિવ દર્શન અને પૂજન કરવું અનિવાર્ય ગણાય છે.

આ રીતે કરો પૂજા: ભક્તોને વિનંતી છે કે આ દિવસે શક્ય હોય તો સંપૂર્ણ શિવ પૂજા, અર્ચના અને આરતી કરવી. મહાદેવને પ્રસાદી અર્પણ કરવી અને મંદિરમાં પોતાની શ્રદ્ધા અનુસાર ૧૧, ૨૧, ૫૧, અથવા ૧૦૮ દીપ (દીવા) અવશ્ય પ્રગટાવવા. આ દિવસે દીપ પ્રગટાવવાનું પણ અનેરું મહત્ત્વ છે.

ભક્તોને આ મહાન આદ્રા નક્ષત્રના દિવસનું મહત્ત્વ અન્ય લોકોને પણ જણાવીને ભોળિયાનાથ મહાદેવની કૃપા મેળવવા માટે અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: