Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

Rajkot: GIDC દ્વારા રાજકોટના છાપરામાં ભવ્ય એગ્રો ફૂડ પાર્કનું અનાવરણ

Chief Editor December 3, 2025
Revolution in agriculture: GIDC unveils grand Agro Food Park in Rajkot's Chhapra

ગાંધીનગર, ૩ ડિસેમ્બર, ૨૦૨૫: ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની નોડલ એજન્સી, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા રાજકોટ (Rajkot)ના છાપરા ગામમાં ૩૫ હેક્ટર વિસ્તારમાં નવો એગ્રો ફૂડ પાર્ક સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા ક્ષેત્રની મૂલ્ય શૃંખલાને મજબૂત કરવા માટે આ એક મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક પગલું છે.

GIDC દ્વારા સ્થાપિત થનારો આ પાર્ક સૌરાષ્ટ્રનું નવું લોજિસ્ટિક્સ પાવરહાઉસ બનવાની સંભાવના ધરાવે છે. આ પાર્કમાં રસ્તા, પાણી, વીજળી, વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ, તાલીમ કેન્દ્રો અને અદ્યતન ટેસ્ટિંગ લેબોરેટરીઓ સહિતની તમામ આધુનિક માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

વ્યૂહાત્મક સ્થાન અને કનેક્ટિવિટી: છાપરા ખાતેના ફૂડ પાર્કનું સ્થાન ઉદ્યોગો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સ્ટેટ હાઇવે, રાજકોટ  રેલવે સ્ટેશન (Rajkot Railway Staion), હિરાજર એરપોર્ટ અને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFC) ની નિકટતા તેમજ કંડલા બંદરથી માત્ર ૨૦૦ કિ.મી.ના અંતરે હોવાથી નિકાસલક્ષી ઉદ્યોગોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્તમ કનેક્ટિવિટી મળશે.

રોકાણ અને રોજગારની સંભાવના: ગુજરાત સરકારની આ પહેલ મુડેથા (બનાસકાંઠા) ખાતેના પ્રોજેક્ટ સાથે મળીને કુલ ₹ ૫૦૦ કરોડનું રોકાણ આકર્ષવાનો લક્ષ્યાંક ધરાવે છે, જેનાથી આશરે ૩૦,૦૦૦ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થવાનો અંદાજ છે.

આ પ્રોજેક્ટ વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ (VGRC) – રાજકોટ અને કચ્છ દ્વારા મુખ્ય રોકાણોની પૂર્વ સમીક્ષાના ભાગરૂપે જાહેર કરાયો છે, જે ૮ અને ૯ જાન્યુઆરીના રોજ યોજાનાર છે અને ફૂડ પ્રોસેસિંગ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે એક ગતિશીલ પ્લેટફોર્મ પૂરું પાડશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Rajkot (રાજકોટ)

Post navigation

Previous: Crop loss aid: ગુજરાતમાં 3.3 લાખ ખેડૂતોને પાક નુકસાન સહાયના 1098 કરોડ મળ્યા
Next: 100 મહાશિવરાત્રીનું ફળ આપતું દુર્લભ આદ્રા નક્ષત્ર: 6 ડિસેમ્બરે શિવલિંગ દર્શન અને દીપ પ્રાગટ્યનો અદ્ભુત યોગ
Follow

Recent Posts

  • અફઘાનિસ્તાને બદલો લીધો, પાકિસ્તાનના બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાના ISIS અડ્ડાઓ પર તડાતડ ડ્રોન એટેક
  • 2026માં 1.65 લાખ કરોડપતિ પોતાનો દેશ છોડશે, જાણો ક્યાં વસશે?
  • અમીર પરિવારના લોકો માટે સરળ છે MBBS… ડોક્ટરના દાવા પર શરૂ થઈ મોટી ચર્ચા
  • Vastu Tips: ડાઇનિંગ ટેબલ પર રાખેલી આ વસ્તુઓ બનાવી શકે છે કંગાળ, આજે જ હટાવો, વરસશે પૈસા!
  • ભારતની ડિજિટલ આઝાદી જોખમમાં? કોઈ અન્ય દેશ પાસે છે આપણી ‘ઓફ સ્વિચ’
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.