
Dallas Festival of Lights | Diwali Mela | દિવાળીનો તહેવાર હજુ આવ્યો નથી ને ધામધૂમથી ઉજવણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ડલ્લાસમાં પ્રકાશના ઉત્સવ દિવાળીને લઇ દિવાળી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
ટેક્સાસના મેકકિની માયર્સ પાર્કમાં 18મી ઓક્ટોબરના રોજ દિવાળી મેળા યોજાશે. જેમાં ધનતેરશ ઉત્સવ અને દુર્ગા પૂજાની ધામધૂમપૂર્વક ઉજવણ કરાશે. મેળામાં કાર્નિવલ રાઇડ્સ, રામ લીલા, દિવાળી બજાર, કલા સ્પર્ધાઓ, ડાન્સ પર્ફોર્મન્સ, બાળકોની સ્પર્ધાઓ, કાર્નિવલ રમતો, રામ દરબાર મંદિર સહિતના કાર્યક્રમો યોજાશે.
