
- CMએ શિક્ષક કલ્યાણનિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો
- બાળકો પાસેથી શિક્ષણકાર્ય અંગેની જાણકારી લીધી
- શાળા પરિસરની સુવિધાઓની જાણકારી મેળવી હતી
રાજ્યભરમાં આજે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષક કલ્યાણનિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો છે. ગાંધીનગરની શાળાનાં બાળકો સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંવાદ કર્યો હતો. તેમજ બાળકો પાસેથી શિક્ષણકાર્ય અંગેની જાણકારી મેળવી છે.
મુખ્યમંત્રી શાળા પરિસરની સુવિધાઓની જાણકારી મેળવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પરિસરની સુવિધાઓની જાણકારી મેળવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષકદિન અવસરે ગુરુજનો પ્રત્યે ઋણ અદા કરતાં શિક્ષક કલ્યાણનિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ અને સમર્થ શિક્ષક ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિએ દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરને શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શિક્ષક કલ્યાણનિધિમાં ઉદાર હાથે ફાળો આપીને ગુરુવર્યો પ્રત્યેનું ઋણ ચૂકવવાની પરંપરા છે.
આજે ‘શિક્ષક દિવસ’ના અવસરે ગાંધીનગર શહેર અને જિલ્લાની વિવિધ શાળાઓ અને કેન્દ્રીય વિદ્યાલયના બાળકોને ‘શિક્ષક કલ્યાણ નિધિ’માં સ્વૈચ્છિક ફાળો અર્પણ કર્યો.
વ્યક્તિ ઘડતર અને સમાજ ઘડતરમાં શિક્ષકોના પ્રદાનનો ઋણસ્વીકાર કર્યો અને ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. બાળકોની સાથે સહજ… pic.twitter.com/HtxJHphLWL — Bhupendra Patel (@Bhupendrapbjp) September 5, 2025
ફાળો ગાંધીનગરની શાળાનાં બાળકોને અર્પણ કર્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ શિક્ષક કલ્યાણ પરિપાટીને અનુસરતાં શિક્ષક કલ્યાણનિધિમાં પોતાનો ફાળો ગાંધીનગરની શાળાનાં બાળકોને અર્પણ કર્યો હતો. લવારપુર પ્રાથમિક શાળા અને શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસેથી આ ફાળો સ્વીકાર્યો હતો. ગાંધીનગર જિલ્લા કલેક્ટર હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌતમ, જિલ્લા પોલીસ અધિકારી રવિ તેજા વસમ શેટ્ટી તેમજ જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભરતભાઈ પ્રજાપતિ અને શિક્ષકો આ અવસરે જોડાયાં હતાં. મુખ્યમંત્રીએ શાળાના વિદ્યાર્થીઓ સાથે સહજ સંવાદ કરીને શિક્ષણકાર્ય અંગેની માહિતી તથા શાળા પરિસરની સુવિધાઓની જાણકારી મેળવી હતી.