વિશ્વ મંચ પર શાંતિદૂત બનવાનો ડોળ કરતા ચીન (China) નો અસલી ચહેરો અમેરિકી ગુપ્તચર અહેવાલોએ ખુલ્લો પાડ્યો છે. અમેરિકી ઈન્ટેલિજન્સ રિપોર્ટ (US Intelligence Report) અનુસાર, ચીન આગામી થોડા અઠવાડિયામાં ઈરાન (Iran) ને ખભા પર રાખીને ફાયર કરી શકાય તેવી અત્યાધુનિક એન્ટી-એરક્રાફ્ટ મિસાઈલ સિસ્ટમ (MANPADS) મોકલવાની તૈયારી કરી રહ્યું છે.
ત્રીજા દેશો દ્વારા હથિયારોની હેરાફેરી રિપોર્ટમાં દાવો કરાયો છે કે ચીન પકડાઈ જવાના ડરથી આ હથિયારો સીધા મોકલવાને બદલે અન્ય દેશોના માર્ગે મોકલી રહ્યું છે. આ સિસ્ટમ ઓછી ઊંચાઈએ ઉડતા અમેરિકી હેલિકોપ્ટર (Helicopter) અને લડાકુ વિમાનો માટે જોખમી છે. તાજેતરમાં તોડી પડાયેલા અમેરિકી F-15 જેટ (F-15 Jet) માં આવી જ હીટ-સીકિંગ મિસાઈલ (Heat-seeking missile) નો ઉપયોગ થયો હોવાની આશંકા છે.
ટ્રમ્પની ચીન મુલાકાત પર સંકટ આ અહેવાલો એવા સમયે આવ્યા છે જ્યારે આવતા મહિને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને શી જિનપિંગ (Xi Jinping) વચ્ચે બેઇજિંગમાં બેઠક યોજાવાની છે. ચીન એક તરફ યુદ્ધવિરામ (Ceasefire) નો શ્રેય લઈ રહ્યું છે અને બીજી તરફ ઈરાનની સૈન્ય શક્તિ વધારી રહ્યું છે. જો અમેરિકા (America) ને સજ્જડ પુરાવા મળશે તો ચીન પર આકરા આર્થિક પ્રતિબંધો (Economic Sanctions) લાદવામાં આવી શકે છે.
Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…