Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

BSC OF DALLAS – “દેશ રંગીલા” કાર્યક્રમ ભવ્ય સફળતા સાથે યોજાયો

Chief Editor September 21, 2026
21 us6

“દેશ રંગીલા” કાર્યક્રમ ભવ્ય, રંગારંગ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો

 

Join Our WhatsApp Group

🇮🇳 Plano, Texas | September 19, 2026 ભારતીય સિનિયર સિટીઝન્સ ઓફ ડલાસ (BSC of Dallas) દ્વારા Otto Middle School, Plano ખાતે આયોજિત “દેશ રંગીલા” કાર્યક્રમ ભવ્ય, રંગારંગ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો. આશરે 250 સભ્યો અને મહેમાનોની હાજરીએ કાર્યક્રમને યાદગાર બનાવ્યો. કાર્યક્રમની શરૂઆત બપોરે 3:00 વાગ્યે ચા-પાણી અને નાસ્તા સાથે થઈ. ત્યારબાદ સપ્ટેમ્બર માસના જન્મદિવસ અને લગ્નજયંતી ઉજવતા સભ્યોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી તથા સંસ્થાની જરૂરી જાહેરાતો કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમમાં Vithalbhai Dioraએ MC તરીકે સુંદર રીતે કાર્યક્રમનું સંચાલન કર્યું, જ્યારે Sharadbhai Patelએ Audio-Visual (A/V) વ્યવસ્થા સુચારુ રીતે સંભાળી મહત્વપૂર્ણ સહયોગ આપ્યો. Boni Bodalia – Cadre Health Insurance Services દ્વારા “Health Insurance 2027” અંગે Medicare તથા સિનિયર્સને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું. ત્યારબાદ Ami Shahiwala – Texas Health Home Care LLC દ્વારા “Young Seniors – Graceful Aging & Pelvic Health Issues” વિષય પર સ્વસ્થ અને સક્રિય જીવન માટે ઉપયોગી માહિતી આપવામાં આવી. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ Nirva Shah અને Payal Dance Academy દ્વારા રજૂ કરાયેલ “દેશ રંગીલા” રહ્યું. ભારતની વિવિધતા, સંસ્કૃતિ અને દેશપ્રેમને સુંદર ક્લાસિકલ ડાન્સ, સંગીત અને રંગબેરંગી વેશભૂષા દ્વારા જીવંત કરવામાં આવ્યા.

 

ઉપસ્થિત સૌએ આ મનમોહક રજૂઆતને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી. Secretary Shri Nareshbhai Shah દ્વારા Nirva Shah અને Payal Dance Academyનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. President Shri Vithalbhai Balar દ્વારા Nirva Shahને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા. ક્લાસિકલ ડાન્સના દરેક participantને Gift Card આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સાંજે 7:15 વાગ્યે ડિનર પીરસવામાં આવ્યું, જેમાં Mutter Paneer, Dal Fry, Gajar Halwa, Paratha, Jeera Rice, Raita, Papad-Papdi, Chhas અને Waterનો સમાવેશ હતો. ડિનર બાદ Rekhaben & Kamalbhai Desai તરફથી મુખવાસની વ્યવસ્થા કરવામાં આવી.

વિશેષ સહયોગ: – Yogendrabhai & Sushilaben Patel – 400 Water Bottles + $125 Snacks • Bhartiben Patel (Garland) – $125 Snacks • Prabhaben & Pravinbhai Hirapara – Tea • Gauriben & Balvantbhai Dhanani – Tea સમગ્ર કાર્યક્રમના સફળ આયોજનમાં સંસ્થાના Directors Shri Hiralal Sutaria, Shri Pravinbhai Pansuria અને Bhartiben Patel દ્વારા આપવામાં આવેલ સમય, માર્ગદર્શન અને સતત સહયોગની મહત્વપૂર્ણ ભૂમિકા રહી. આશરે 250 લોકોની વિશાળ હાજરી BSC of Dallasની એકતા, આત્મીયતા અને સભ્યોની સક્રિય સહભાગિતાનું સુંદર પ્રતિબિંબ બની રહી. Bharatiya Senior Citizens of Dallas તમામ Sponsors, Donors, Performers, Volunteers, Members અને Guestsનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 🇮🇳 “દેશ રંગીલા” ભારતીય સંસ્કૃતિ, કલા, પરંપરા, મિત્રતા અને સામુદાયિક એકતાનો એક યાદગાર ઉત્સવ બની રહ્યો.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: એશિયન ગેમ્સમાં સોનમ ઉત્તમ મસ્કરને સિલ્વર મેડલ
Next: FIA-શિકાગો દ્વારા 9/11 શ્રદ્ધાંજલિ અને શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન
Follow

Recent Posts

  • FIA-શિકાગો દ્વારા 9/11 શ્રદ્ધાંજલિ અને શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન
  • BSC OF DALLAS – “દેશ રંગીલા” કાર્યક્રમ ભવ્ય સફળતા સાથે યોજાયો
  • એશિયન ગેમ્સમાં સોનમ ઉત્તમ મસ્કરને સિલ્વર મેડલ
  • હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે રાધારાણીની પૂજા
  • નોર્વેમાં ભારતીય શખ્સને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે કરવા પડ્યા બે વર્ષ ધક્કા, 6 લાખનો ખર્ચ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.