US Midterm Elections | અમેરિકાની મધ્યસત્રની ચૂંટણીમાં ભારતીય અમેરિકન સમુદાયે રાજકીય ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મેળવી છે. અમેરિકાની પ્રતિનિધિ સભા (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ)માં 5 ભારતીય મૂળના ડેમોક્રેટિક ઉમેદવારોએ જીત મેળવી છે.
આ ચૂંટણીમાં પિયા દાંડિયાએ ફ્લોરિડાથી કોંગ્રેસમાં ચૂંટાઈ આવનાર પ્રથમ ભારતીય અમેરિકન મહિલા તરીકે ઇતિહાસ રચ્યો છે. બીજી તરફ, એરિઝોનામાં ભારતીય મૂળના ઉમેદવાર અમીશ શાહ મતગણતરી દરમિયાન સરસાઈ મેળવી રહ્યા હતા.
કેલિફોર્નિયાથી અમી બેરા અને રો ખન્ના, વોશિંગ્ટનથી પ્રમિલા જયપાલ તથા વર્જિનિયાથી સુહાસ સુબ્રમણ્યમે પોતાની બેઠકો જાળવી રાખી છે. જ્યારે પિયા દાંડિયાએ ફ્લોરિડાની 22મી કોંગ્રેસનલ બેઠક પર રિપબ્લિકન ઉમેદવાર કેસી અસ્કરને હરાવ્યા હતા. તેમને આશરે 51.9 ટકા મત મળ્યા હતા અને લગભગ 3.8 ટકાની સરસાઈથી વિજય મેળવ્યો હતો.
પામ બીચ કાઉન્ટીમાં ભારતીય મૂળના પરિવારમાં જન્મેલી પિયા દાંડિયાએ શિક્ષિકા તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે ન્યૂયોર્કના હાર્લેમમાં હાઈસ્કૂલના આચાર્ય તરીકે પણ સેવા આપી હતી. રાજકારણમાં પ્રવેશતા પહેલાં તેઓ વ્હાઇટ હાઉસ ફેલો તરીકે કાર્યરત રહ્યાં હતાં અને એપલ કંપનીમાં પણ કામ કર્યું હતું.
વર્જિનિયામાં સુહાસ સુબ્રમણ્યમે બીજી વખત જીત મેળવી છે. કેલિફોર્નિયામાં રો ખન્નાએ છઠ્ઠી અને અમી બેરાએ આઠમી વખત કોંગ્રેસની બેઠક જીતી છે. પ્રમિલા જયપાલે પણ વોશિંગ્ટનની બેઠક પર છઠ્ઠી વખત વિજય મેળવ્યો છે.
એરિઝોનામાં અમીશ શાહ રિપબ્લિકન ઉમેદવાર જય ફીલી સામે આગળ હતા. 90 ટકા મતગણતરી પૂર્ણ થઈ ત્યારે શાહને 52.6 ટકા મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફને 45.4 ટકા મત મળ્યા હતા. જોકે, તે સમયે આ બેઠકનું સત્તાવાર પરિણામ જાહેર થયું ન હતું.
આ ચૂંટણીમાં ભારતીય મૂળના વિવેક રામાસ્વામીને ઓહાયોની ગવર્નરપદની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. નવા ચૂંટાયેલા અમેરિકી કોંગ્રેસના સભ્યો 3 જાન્યુઆરી, 2027થી કાર્યભાર સંભાળશે.
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
