Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Hindi News

ઉત્તરાખંડના ગંગોત્રી હાઈવે પર કાર નદીમાં ખાબકી, 3 ગુજરાતી સહિત 4નાં મોત, 2 લાપતા

Chief Editor November 5, 2026
Uttarakhand Gangotri Highway car accident involving Gujarati tourists, Innova vehicle falls into river

Uttarakhand Car Accident | ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર ગુરુવારે વહેલી સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ગંગનાની નજીક ગુજરાતી યાત્રાળુઓને લઈ જતી ઈનોવા કાર (UK-08-T9A-6040) કાબૂ ગુમાવી ઊંડી ખીણમાં ખાબકીને ભગીરથી નદીમાં ગરકાવ થઈ હતી.

 આ કારમાં કુલ 7 લોકો સવાર હતા, જેઓ ગંગોત્રી ધામનાં દર્શન માટે જઈ રહ્યા હતા. અકસ્માતમાં અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત થયાં છે, જ્યારે 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે અને અન્ય 2 લોકો લાપતા હોવાની આશંકા છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF), રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) અને 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

નદીના તેજ પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જળ પોલીસ અને ગોતાખોરોની મદદથી લાપતા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઘાયલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પ્રાથમિક માહિતી અનુસાર, કારમાં સવાર તમામ મુસાફરો ગુજરાતના રહેવાસી હતા. તેઓ ઉત્તરકાશીથી ગંગોત્રી ધામ તરફ જઈ રહ્યા હતા ત્યારે ગંગનાની નજીક આ દુર્ઘટના બની હતી. મુસાફરોની સત્તાવાર ઓળખની પુષ્ટિ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. બીજી તરફ, કાર કયા કારણોસર કાબૂ બહાર ગઈ અને નદીમાં ખાબકી તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

મૃતકોની વિગતો

1. શ્રીમતી પટેલ અશોકબેન, ઉંમર ૪૯ વર્ષ, રહે. ૨ સ્ટાર, શિવાલિક રેસિડેન્સી, લલિતા ચોકડી, કતારગામ, સુરત શહેર, ગુજરાત.

2. સુશ્રી રુતિકા પટેલ, ઉંમર ૧૯ વર્ષ, રહે. ૨ ફ્લોર, શિવાલિક રેસિડેન્સી, લલિતા ચોકડી, કતારગામ, સુરત શહેર, ગુજરાત.

3. શ્રી ઘનશ્યામભાઈ સરવાળિયા, ઉંમર ૩૨ વર્ષ, ગુજરાત.

4. શ્રી સુરેન્દ્રસિંહ, ઉંમર અસ્પષ્ટ, રહે. હરિદ્વાર.

ઇજાગ્રસ્તની વિગતો

1. શ્રી પટેલ વૈભવ અશોકભાઈ, ઉંમર ૪૭ વર્ષ, રહે. ૨ સ્ટાર, શિવાલિક રેસિડેન્સી, લલિતા ચોકડી, કતારગામ, સુરત શહેર, ગુજરાત. (તેમને હેલિકોપ્ટર મારફતે અન્ય સ્થળે સારવાર માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.)

લાપતા વ્યક્તિઓની વિગતો

1. શ્રીમતી પટેલ સુજાતાબેન અશોકભાઈ, ઉંમર ૪૫ વર્ષ, રહે. ૨ સ્ટાર, શિવાલિક રેસિડેન્સી, લલિતા ચોકડી, કતારગામ, સુરત શહેર, ગુજરાત.

2. શ્રીમતી પટેલ કિરણબેન વિશાલભાઈ, ઉંમર ૩૪ વર્ષ, રહે. સરસ્વતીધામ, પીપળે, સાયલા, સુરેન્દ્રનગર, ગુજરાત.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: NDRF (એનડીઆરએફ) Road Accidents (માર્ગ અકસ્માત) Uttarakhand (ઉત્તરાખંડ)

Post navigation

Previous: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • ઉત્તરાખંડના ગંગોત્રી હાઈવે પર કાર નદીમાં ખાબકી, 3 ગુજરાતી સહિત 4નાં મોત, 2 લાપતા
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા
  • ‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ (GEPC)ની સ્થાપનાને મંજૂરી
  • પશ્ચિમ રેલ્વેનો ૭૬મો સ્થાપના દિવસ
  • દીવાળી અને છઠ પૂજા દરમિયાન યાત્રીઓની સુવિધા અને સુરક્ષિત યાત્રા માટે કરી વ્યાપક વ્યવસ્થા
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.