World

બાબ અલ-મંડેબ પર સંકટ: હૂથીઓની ધમકીથી વૈશ્વિક વેપાર અને ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકાની ભીતિ

ઈરાન (Iran) અને ઈઝરાયેલ (Israel) વચ્ચે વધતા તણાવને કારણે હવે વૈશ્વિક અર્થવ્યવસ્થા (Global Economy) પર જોખમ તોળાઈ રહ્યું છે. ઈરાન સમર્થિત હૂતી બળવાખોરોએ (Houthi Rebels) વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ ‘બાબ અલ-માંડેબ’ (Bab el-Mandeb Strait) ને બંધ કરવાની ધમકી આપી છે. આ સ્ટ્રેટ લાલ સમુદ્ર (Red Sea) ને એડનની ખાડી (Gulf of Aden) સાથે જોડે છે અને એશિયા-યુરોપ વચ્ચેના વેપારની લાઈફલાઈન માનવામાં આવે છે.

ઈરાન તેની ‘ત્રણ તબક્કાની રણનીતિ’ (Three-stage strategy) હેઠળ કામ કરી રહ્યું છે, જેમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) અને બાબ અલ-મંડેબને બ્લોક કરવાનો સમાવેશ થાય છે. આ 29 કિમી પહોળા માર્ગ પરથી વિશ્વનો 30% દરિયાઈ તેલ વેપાર થાય છે અને દરરોજ અંદાજે 8.8 મિલિયન બેરલ તેલ પસાર થાય છે.

જો આ રસ્તો બંધ થશે, તો જહાજોએ આફ્રિકાના ‘કેપ ઓફ ગુડ હોપ’ (Cape of Good Hope) ફરીને જવું પડશે, જેનાથી મુસાફરીમાં 10થી 15 દિવસનો વિલંબ થશે.

નિષ્ણાતોના મતે, આ અવરોધને કારણે ક્રૂડ ઓઈલ (Crude Oil)ની કિંમત 100 ડોલર ને પાર કરી શકે છે. સુરક્ષાને ધ્યાને રાખીને ‘મર્સક’ (Maersk) જેવી દિગ્ગજ શિપિંગ કંપનીઓએ ઓપરેશન અટકાવ્યા છે.

બીજી તરફ, ઈઝરાયેલ સોમાલીલેન્ડ (Somaliland) માં સૈન્ય બેઝ બનાવી હૂતીઓ પર નજર રાખવાની યોજના બનાવી રહ્યું છે. જો આ સંકટ ટળશે નહીં, તો ઈલેક્ટ્રોનિક્સ અને અનાજ સહિતની તમામ વસ્તુઓ મોંઘી થશે.

Chief Editor

Recent Posts

અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ

THC Trafficking Ring | અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં એક બહુચર્ચિત અને મલ્ટિ-મિલિયન ડોલરના ગેરકાયદેસર ડ્રગ ટ્રાફિકિંગ…

11 hours ago

અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો

Gold Scam | અમેરિકાના ટેક્સાસ રાજ્યના ફ્રેન્ડ્ઝવુડ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાને નિશાન બનાવીને 500,000 ડોલર…

11 hours ago

ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી

Unpaid Water Dues | ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હાલમાં મોટી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.…

3 days ago

ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વ (Middle East) માં વધતા તણાવ…

3 days ago

ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી

રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી…

3 days ago

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ…

3 days ago