Gujarat

કિંજલ રબારી વિવાદ : પાટીદાર માતાએ રબારી સમાજના અગ્રણીઓને કરી દીકરી પરત આપવા આજીજી

ગુજરાતમાં કિંજલ રબારી (Kinjal Rabari) ના લગ્નનો વિવાદ હજુ શાંત થયો નથી ત્યાં ખેડા (Kheda) જિલ્લામાંથી વધુ એક ચકચારી કિસ્સો સામે આવ્યો છે. કઠલાલ (Kathlal) તાલુકાના લસુંદ્રા ગામના પાટીદાર પરિવારે સોશિયલ મીડિયા (Social Media) પર વીડિયો વાયરલ (Viral Video) કરીને પોતાની દીકરી પલકને પરત મેળવવા રબારી સમાજના અગ્રણીઓને ભાવુક અપીલ કરી છે.

માતા રેણુકાબેન પટેલે (Renukaben Patel) રબારી સમાજના આગેવાન ઠાકરબાપાને સંબોધીને કહ્યું છે કે, “મને મારી દીકરી પાછી આપો.”

મળતી વિગતો અનુસાર, પલક કોલેજ (College) ગયા બાદ ઘરે પરત ફરી ન હતી. બાદમાં પોલીસ (Police) તપાસમાં જાણવા મળ્યું કે તેણે રબારી સમાજના પિયુષભાઈ દિલીપભાઈ સાથે લગ્ન (Marriage) કરી લીધા છે.

માતાએ સ્પષ્ટ કર્યું છે કે આ લગ્ન તેમની મરજી વિરુદ્ધ થયા છે અને તેમને આ સંબંધ મંજૂર નથી. વીડિયોમાં તેમણે ઠાકરબાપાના એ જૂના નિવેદનનો ઉલ્લેખ કર્યો જેમાં તેમણે અન્ય સમાજની દીકરી ન લેવાની વાત કરી હતી.

આ પહેલા રૂની ગામના ચૌધરી પરિવારનો (Chaudhary Family) પણ આવો જ એક વીડિયો વાયરલ થયો હતો. કિંજલ રબારીના કિસ્સામાં સમાધાન બાદ હવે અન્ય પરિવારો પણ પોતાની દીકરીઓ પરત મેળવવા આશા રાખી રહ્યા છે. પાટીદાર મહિલાની આ આજીજીએ હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે.

Chief Editor

Recent Posts

બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ

બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ' અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૯૭ મહિલાઓનું સ્તન કેન્સર સ્ક્રીનિંગ કરાયું **…

15 hours ago

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું વાણિજ્યિક તેમજ યાત્રી સેવાઓના ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન

અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન : ઓક્ટોબર 2026માં ₹830 કરોડની આવક, યાત્રી તેમજ પાર્સલની આવકમાં નોંધપાત્ર…

16 hours ago

વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદયનું પરિવહન

ભારતીય રેલવેએ ફરી નિભાવી જીવનરક્ષકની ભૂમિકા: ત્રીજી વખત વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદયનું પરિવહન…

16 hours ago

IFFICO ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી બહુમતીથી વિજેતા

શ્રી દિલીપભાઈની આ સફળતા તમામ ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ સમાન છે : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ…

17 hours ago

अमेरिका में बेटी की हत्या के बाद मां की गुहार, 8 महीने के नाती की कस्टडी के लिए भारत और अमेरिका सरकार से मांगी मदद

अमेरिका में भारतीय मूल की नर्स की कथित हत्या के बाद पंजाब में रहने वाली…

20 hours ago

અમેરિકામાં દીકરીની હત્યા બાદ માતાની 8 મહિનાના પૌત્રની કસ્ટડી માટે ભારત અને અમેરિકાની સરકાર પાસે મદદ માગી

Jasmine Gill Custody | અમેરિકામાં ભારતીય મૂળની નર્સની કથિત હત્યા બાદ પંજાબમાં રહેતી તેની માતાએ…

20 hours ago