
ગુજરાતી કેલેન્ડર મુજબ, આસો મહિનાના સુદ પક્ષની પ્રતિપદા તિથિ 22 સપ્ટેમ્બરના રોજ સવારે 01:23 વાગ્યે શરૂ થશે. તે જ સમયે, આ તિથિ 23 સપ્ટેમ્બરના રોજ સવારે 02:55 વાગ્યે સમાપ્ત થશે.
લોકગરબા વગર નવરાત્રીની રમઝટ અધૂરી છે અને જો તે લોકગરબા ગાયક અતુલ પુરોહિત દ્વારા ગાવામાં તો ખેલૈયાઓનું કીડીયારુ ઉમટી પડે. અતુલ પુરોહિત, જેઓ દર વર્ષે ગરબાના ઉત્સાહને બમણો કરી દે છે, તેમના મધુર કંઠના ન માત્ર રાજ્યમાં પરંતુ આખી દુનિયામાં પ્રશંસકો છે.
View this post on Instagram
અમેરિકામાં જામશે ગરબાની રમઝટ અતુલ પુરોહિતના મધુર અવાજના પ્રશંસકો માત્ર ગુજરાત પૂરતા જ સીમિત નથી, સાત સમુદ્ર પાર જેમ કે અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા તેમજ અન્ય દેશો જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં પણ તેમની ખ્યાતિ એટલી જ છે. ત્યારે આ વર્ષે પણ અમેરિકાના ટેક્સસમાં પણ બરોડ સ્ટાઇલ ગરબાની જમાવટ કરશે.
ટેક્સાસના પાર્કર શહેરમાં આવેલા સાઉથફોર્ક રાન્ચમાં અતુલ પુરોહિતના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. 23મી ઓગસ્ટ 2025, શનિવારના રોજ સાંજે 6 વાગ્યેથી અતુલ પુરોહિત ગરબાની રમઝટ બોલાવશે.