Asaram Ashram Motera Land Dispute | અમદાવાદ (Ahmedabad)ના સાબરમતી નદીના કિનારે આવેલા વિવાદિત આસારામ આશ્રમનું સરનામું હવે ભૂંસાઈ જવાની તૈયારીમાં છે. મોટેરા (Motera) સ્થિત આશ્રમ દ્વારા દબાવેલી આશરે 45,000 ચોરસ મીટરથી વધુની સરકારી જમીન પાછી લેવા માટે ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) રાજ્ય સરકારને લીલી ઝંડી આપી દીધી છે.
ઓલિમ્પિક્સ 2030 ની તૈયારીઓ વચ્ચે મહત્વનો નિર્ણય
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) અને સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે આવેલી આ જમીન શહેરના ભવિષ્ય માટે અત્યંત મહત્વની છે. અમદાવાદ 2030 ની કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) અને ભવિષ્યમાં ઓલિમ્પિક્સ (Olympics) ના યજમાન બનવાના સપના જોઈ રહ્યું છે, ત્યારે આ જમીનનો કબજો લેવો સરકાર માટે અનિવાર્ય બન્યો હતો.
નિયમોનો ભંગ અને ગેરકાયદે બાંધકામ (Illegal Construction)
કોર્ટમાં રજૂ કરવામાં આવેલી વિગતો મુજબ, દાયકાઓ પહેલા માત્ર ધાર્મિક હેતુ (Religious Purpose) માટે મર્યાદિત જમીન ફાળવવામાં આવી હતી. જોકે, આશ્રમે તેની કાયદેસરની સીમાઓ ઓળંગીને મોટા પાયે વ્યાવસાયિક પ્રવૃત્તિઓ અને અનધિકૃત બાંધકામો કર્યા હતા.
આશ્રમમાં આશરે 32 જેટલા ગેરકાયદે બાંધકામો મળી આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ તાજેતરમાં આ બાંધકામોને નિયમિત કરવાની ઇમ્પેક્ટ ફી (Impact Fee) ની અરજી પણ ફગાવી દીધી છે.
15,000 ચો.મી થી વધુ જમીન પર સીધો કબજો
સિટી મામલતદારની નોટિસ મુજબ, આસારામ આશ્રમે કુલ 15,778 ચોરસ મીટર જગ્યા પર ગેરકાયદે કબજો (Encroachment) કર્યો છે. જેમાં સાબરમતી નદીની 6,104 ચોરસ મીટર જમીનનો પણ સમાવેશ થાય છે. સરકારે આ વિસ્તારમાં આશ્રમ ઉપરાંત અન્ય 150 જેટલા રહેણાંક મકાનોને પણ નોટિસ (Notice) ફટકારી છે.
બૂલડોઝર એક્શનની તૈયારી (Bulldozer Action)
હાઈકોર્ટના ચુકાદા બાદ, હવે વહીવટી તંત્ર કોઈપણ સમયે આ 500 કરોડની કિંમતી જમીન પરથી દબાણો હટાવવા બૂલડોઝર સાથે ત્રાટકી શકે છે. રાજ્ય સરકાર તરફથી હાજર વકીલે સ્પષ્ટ કર્યું કે, આશ્રમને પૂરતી તકો અને નોટિસો આપવામાં આવી હતી, પરંતુ શરતભંગ ચાલુ રહેતા આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે.
