World

ફ્લાઇટમાં ફેલાઈ રહસ્યમય ગંધ, ક્રૂ અને મુસાફરો બીમાર પડતાં પ્લેનનું કરાવાયું ઇમરજન્સી લેન્ડિંગ

Emergency Flight Landing | હવાઈ સફર દરમિયાન જો અચાનક પ્લેન (Plane)માં એવી વિચિત્ર ગંધ ફેલાઈ જાય કે ક્રૂ મેમ્બર્સ (Crew Members) એક પછી એક ચક્કર અનુભવવા લાગે, તો મુસાફરોની હાલત કેવી થાય!

આવો જ એક બનાવ અમેરિકન એરલાઇન્સ (American Airlines)ની એક ઇન્ટરનેશનલ ફ્લાઇટ (International Flight)માં બન્યો હતો, જ્યાં રહસ્યમય ગંધ ફેલાતાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે પાયલોટ (Pilot)ને વચ્ચે રસ્તે જ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ (Emergency Landing) કરાવવું પડ્યું હતું.

ન્યૂયોર્ક પોસ્ટ (New York Post)ના રિપોર્ટ મુજબ, આ ઘટના 25 જુલાઈના રોજ બની હતી. અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 719 ઇટાલી (Italy)ની રાજધાની રોમ (Rome)થી અમેરિકા (America)ના ફિલાડેલ્ફિયા (Philadelphia) જઈ રહી હતી. આ વિમાનમાં કુલ 281 મુસાફરો સવાર હતા. ટેકઓફ (Takeoff)ના લગભગ 3 કલાક પછી અચાનક કેબિન (Cabin)માં એક વિચિત્ર ગંધ ફેલાવા લાગી હતી.

થોડી જ વારમાં વિમાનમાં હાજર 9 ફ્લાઇટ એટેન્ડન્ટ્સ (Flight Attendants)માંથી 6 ની તબિયત બગડવા લાગી. તેમને ચક્કર આવવા લાગ્યા અને અસ્વસ્થતા અનુભવાઈ. એરલાઇનના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવ્યું હતું કે આ ગંધ વિમાનમાં રહેલા ઓવન (Oven)માંથી આવી હતી. જોકે, આ ગંધ કયા કારણોસર ફેલાઈ હતી તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.

પ્લેનનું કરાવવું પડ્યું ઇમરજન્સી લેન્ડિંગ પરિસ્થિતિની ગંભીરતા જોઈને પાયલોટે કોઈ જોખમ ન લીધું અને વિમાનને આયર્લેન્ડ (Ireland)ની રાજધાની ડબલિન (Dublin) તરફ વાળી દીધું. ત્યાં વિમાનનું સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

લેન્ડિંગ બાદ પેરામેડિક્સ (Paramedics) અને ઇમરજન્સી ટીમ (Emergency Team) તરત જ વિમાન પાસે પહોંચી ગઈ હતી. બીમાર પડેલા તમામ 6 ફ્લાઇટ એટેન્ડન્ટ્સ અને 1 મુસાફરની તબીબી તપાસ કરવામાં આવી. રાહતની વાત એ રહી કે તપાસ બાદ કોઈને હોસ્પિટલ (Hospital)માં દાખલ કરવાની જરૂર પડી ન હતી અને તેમને રજા આપી દેવામાં આવી હતી.

એરલાઇને મુસાફરોને રોકાવા માટે કોઈ પણ વધારાના ચાર્જ વિના હોટલ (Hotel)ની વ્યવસ્થા કરી આપી હતી. આ પછી તમામ પ્રભાવિત મુસાફરોને બીજા દિવસે ફિલાડેલ્ફિયા જતી અન્ય ફ્લાઇટ્સ દ્વારા મોકલવામાં આવ્યા હતા.

અગાઉ પણ બની ચૂકી છે આવી ઘટનાઓ અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટમાં રહસ્યમય ગંધના કારણે સમસ્યા સર્જાઈ હોય તેવી આ પહેલી ઘટના નથી. આ જ વર્ષે જૂન (June)માં ન્યૂયોર્ક (New York)ના રોચેસ્ટર (Rochester)થી ફિલાડેલ્ફિયા જઈ રહેલી ફ્લાઇટ 5907 ને સિરાક્યુઝ (Syracuse)માં ઉતારવી પડી હતી, જ્યાં કોકપિટ (Cockpit)માંથી તીવ્ર ગંધ આવતાં બે પાયલોટને ઉલટી-ઉબકા જેવું થવા લાગ્યું હતું. આ સિવાય ગયા વર્ષે નવેમ્બર (November)માં પણ ઓર્લાન્ડો (Orlando)થી ફીનિક્સ (Phoenix) જતી ફ્લાઇટને ટેક્સાસ (Texas)ના હ્યુસ્ટન (Houston)માં ઉતારવી પડી હતી.

Chief Editor

Recent Posts

DRM વેદ પ્રકાશ એ અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું

DRM વેદ પ્રકાશ એ અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનોનું કર્યું નિરીક્ષણ કર્યું અને માલ પરિવહન સુવિધાઓનું…

11 hours ago

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સુશાસનના 5 વર્ષ

સુશાસનના 5 વર્ષ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં મહેસૂલી સુધારાથી રાજ્યના નાગરિકોને ઝડપી…

11 hours ago

અમેરિકાના સાક્રામેન્ટોમાં ભારતીય મૂળની મહિલાની ગોળી મારી હત્યા; આરોપી કારમાંથી મૃત મળી આવ્યો

Sacramento Stalking Murder | અમેરિકાના કેલિફોર્નિયા (California) ના સાક્રામેન્ટો કાઉન્ટીમાં (Sacramento County) મહિનાઓ સુધી ચાલુ…

22 hours ago

કેનેડા કોર્ટે 3 ભારતીયોનો વિઝિટર વિઝા રિજેક્શનનો નિર્ણય રદ કર્યો: ઈમિગ્રેશન ઓફિસરના નિર્ણયને ગણાવ્યો ‘અયોગ્ય’

Canada Visitor Visa | કેનેડાની ફેડરલ કોર્ટે 3 ભારતીય અરજદારોની ટૂરિસ્ટ વિઝા અરજી ફગાવી દેવાના…

22 hours ago

‘ધ ઈન્ડિયન કાઉબોય’ બોબી કેશના જીવન પર બનશે ઓસ્ટ્રેલિયા-ઈન્ડિયા ફીચર ફિલ્મ

Bobby Cash Movie | નવી દિલ્હીમાં ઓસ્ટ્રેલિયન હાઈકમિશનર (Australian High Commission) દ્વારા યોજાયેલા એક ખાસ…

23 hours ago

‘ઑસ્ટ્રેલિયામાં નો સર, નો મેડમ’: ભારતીય યુવતીએ સોશિયલ મીડિયા પર શેર કર્યા પોતાના અનુભવો

Australia Life Experience | ઓસ્ટ્રેલિયા (Australia) માં રહેતી એક ભારતીય મહિલા દીશા શાહે (Disha Shah)…

23 hours ago