Ahmedabad Maninagar Murder Case: અમદાવાદ (Ahmedabad) શહેરના મણિનગર (Maninagar) વિસ્તારમાં આવેલા કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક ઉત્તરાયણની રાત્રે એક સનસનાટીભરી હત્યા (Murder) ની ઘટના સામે આવી છે. જૂની અદાવતનું વેર રાખતા કેટલાક શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું (Conspiracy) રચીને 23 વર્ષીય ચિરાગ રાઠોડ નામના યુવકની લાકડી અને છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા (Murder) કરી નાખી છે.
અમરાઈવાડીના રહીશ રાહુલ રાઠોડે નોંધાવેલી પોલીસ ફરિયાદ (Police Complaint) મુજબ, આરોપી મંથન ઉર્ફે રુત્વિક પરમાર અને તેના સાથીઓએ ચિરાગને સમાધાન (Settlement) કરવાના બહાને રાત્રે 9:45 વાગ્યે ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે બોલાવ્યો હતો. ચિરાગ તેના મિત્ર નયન સાથે ત્યાં પહોંચતા જ આરોપીઓએ ઝઘડો શરૂ કર્યો હતો. ઉશ્કેરાયેલા શખ્સોએ ચિરાગને લાકડીઓથી ફટકાર્યા બાદ છરીના (Knife) ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતા જ ઝોન 6 ડીસીપી (DCP) ભગીરથ ગઢવી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (Post-mortem) માટે ખસેડીને સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા મંથન પરમાર, જયદીપ શાહ, હર્ષિલ શાહ અને વિજય પરમાર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમની ધરપકડ (Arrest) માટે અલગ-અલગ ટીમો રવાના કરવામાં આવી છે. આ ગંભીર ગુનાએ શહેરની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે.
