Dahod Accident | અમદાવાદ-દાહોદ હાઈવે (Ahmedabad-Dahod Highway) પર મોડી રાત્રે એક હૃદયદ્રાવક અકસ્માત (Accident) સર્જાયો હતો. લિમખેડા (Limkheda) નજીક આવેલા ઢઢેલા ટર્નિંગ પાસે એક બેકાબૂ બનેલી SUV કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી.
આ ટક્કર એટલી ભયાનક હતી કે કારમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત (Death) નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ લિમખેડા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.
મળતી માહિતી અનુસાર, અકસ્માતનો ભોગ બનેલી કાર મહારાષ્ટ્ર પાસિંગની (MH Passing) હતી. કારચાલકે ઢઢેલા ટર્નિંગ (Dhadhela Turning) નજીક વાહન પરનું નિયંત્રણ ગુમાવી દીધું હતું, જેના કારણે કાર સીધી હાઈવેના ડિવાઈડર સાથે જઈ ભટકાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે SUV કારનો આગળનો ભાગ સાવ પડીકું વળી ગયો હતો અને કારના ફૂરચેફૂરચા ઊડી ગયા હતા.
અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો અને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
જોકે, કારમાં સવાર ત્રણેય મુસાફરોને ગંભીર ઈજાઓ (Serious Injuries) પહોંચી હોવાથી તેમણે સ્થળ પર જ દમ તોડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ (Post-Mortem) માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…