Delhi Accident | દિલ્હીના દ્વારકા (Dwarka) વિસ્તારમાં ગત 3 ફેબ્રુઆરીના રોજ એક ભયાનક અકસ્માત (Accident) સર્જાયો હતો, જેમાં 23 વર્ષીય યુવક સાહિલ ધનેશ્રાનું કરુણ મોત નીપજ્યું છે. લાલ બહાદુર શાસ્ત્રી કોલેજ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો (Scorpio) કારે સાહિલની બાઇકને એટલી જોરદાર ટક્કર મારી હતી કે કાર બેકાબૂ બનીને રસ્તાની બાજુમાં ઉભેલી ટેક્સી સાથે પણ અથડાઈ હતી.
રીલ અને સ્ટંટના ચક્કરમાં લેવાયો જીવ : સાહિલની માતા ઇન્ના માકને સોશિયલ મીડિયા પર ચોંકાવનારા ખુલાસા કરતા ન્યાયની માંગ કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આ માત્ર અકસ્માત નથી પણ ગુનાહિત પ્રવૃત્તિ છે. સ્કોર્પિયો ચાલક પોતાની બહેન સાથે મળીને રસ્તા પર રીલ (Reels) બનાવી રહ્યો હતો અને સ્ટંટ (Stunt) કરી રહ્યો હતો. કાર રોંગ સાઈડમાં (Wrong Side) પૂરપાટ ઝડપે દોડી રહી હતી અને બસની સામે સ્ટંટ કરવાના ચક્કરમાં સાહિલની બાઇકને ઉડાવી દીધી હતી.
સગીર આરોપી અને જામીન : પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સ્કોર્પિયો ચાલક માત્ર 17 વર્ષનો સગીર (Minor) હતો અને તેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ (Driving License) પણ નહોતું. આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બોર્ડની પરીક્ષા (Board Exam) આપવા માટે તેને વચગાળાના જામીન (Interim Bail) મળી ગયા છે. સાહિલની માતાએ દુઃખ સાથે જણાવ્યું કે, “મેં મારા દીકરાને 23 વર્ષ સુધી સિંગલ મધર (Single Mother) તરીકે એકલા હાથે ઉછેર્યો હતો અને આ લોકોએ મનોરંજન માટે મારા દીકરાનો જીવ લીધો.”
સ્કોર્પિયો પર ઓવર-સ્પીડિંગના 13 ચલણ : તપાસમાં વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે કે જે સ્કોર્પિયો કારથી અકસ્માત સર્જાયો હતો તેના પર અગાઉથી જ ઓવર-સ્પીડિંગ (Over-speeding) ના 13 જેટલા ચલણ ફાટેલા હતા. માતાએ સવાલ ઉઠાવ્યો છે કે આટલા ચલણ હોવા છતાં પિતાએ પોતાના સગીર દીકરાને કાર કેમ ચલાવવા આપી? હાલમાં સોશિયલ મીડિયા પર ‘Justice for Sahil’ ની માંગ તેજ બની છે અને લોકો બેદરકારીપૂર્વક વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…