Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અમદાવાદ-દાહોદ હાઈવે પર SUV ડિવાઈડર સાથે અથડાતા 3 ના મોત

Chief Editor February 17, 2026
ahmedabad-dahod-highway-suv-car-accident-limkheda

Dahod Accident | અમદાવાદ-દાહોદ હાઈવે (Ahmedabad-Dahod Highway) પર મોડી રાત્રે એક હૃદયદ્રાવક અકસ્માત (Accident) સર્જાયો હતો. લિમખેડા (Limkheda) નજીક આવેલા ઢઢેલા ટર્નિંગ પાસે એક બેકાબૂ બનેલી SUV કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી.

આ ટક્કર એટલી ભયાનક હતી કે કારમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત (Death) નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ લિમખેડા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.

મળતી માહિતી અનુસાર, અકસ્માતનો ભોગ બનેલી કાર મહારાષ્ટ્ર પાસિંગની (MH Passing) હતી. કારચાલકે ઢઢેલા ટર્નિંગ (Dhadhela Turning) નજીક વાહન પરનું નિયંત્રણ ગુમાવી દીધું હતું, જેના કારણે કાર સીધી હાઈવેના ડિવાઈડર સાથે જઈ ભટકાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે SUV કારનો આગળનો ભાગ સાવ પડીકું વળી ગયો હતો અને કારના ફૂરચેફૂરચા ઊડી ગયા હતા.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો અને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.

જોકે, કારમાં સવાર ત્રણેય મુસાફરોને ગંભીર ઈજાઓ (Serious Injuries) પહોંચી હોવાથી તેમણે સ્થળ પર જ દમ તોડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ (Post-Mortem) માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ
Tags: Dahod (દાહોદ) Road Accidents (માર્ગ અકસ્માત)

Post navigation

Previous: 1 એપ્રિલથી બદલાઈ રહ્યા છે પાન કાર્ડના નિયમો, કાર અને પ્રોપર્ટી ખરદતા પહેલા આ વાંચી લેજો
Next: Delhi Accident: “રીલ્સ બનાવવાની લ્હાયમાં મારા દીકરાને મારી નાખ્યો”, રડતી આંખે માતાએ ન્યાય માંગ્યો; જાણો શું છે સમગ્ર મામલો
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • અમેરિકામાં હિન્દુ ધર્મ વિશેની ગેરસમજ દૂર કરવા અને રૂઢિચુસ્ત ધારણાઓ સામે લડવા પદ્મજા રાવનું આહ્વાન
  • छात्र प्रवेश घोटालों को रोकने के लिए कनाडा की मदद करने को तैयार है भारत: राजदूत
  • વિદ્યાર્થીઓના એડમિશન કૌભાંડને ડામવા માટે કેનેડાને મદદ કરવા તૈયાર છે ભારત: રાજદૂત
  • अमेरिका के मध्यावधि चुनावों में भारतीय-अमेरिकी उम्मीदवारों पर दबाव और सरिता कोमा्टिरेड्डी की चर्चा
  • અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ભારતીય-અમેરિકન ઉમેદવારો પર દબાણ અને સરિતા કોમા્તિરેડ્ડીની ચર્ચા
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.