Ahmedabad: BRTS Accident CTM Jashodanagar moped rider death
Ahmedabad BRTS Accident | અમદાવાદના જશોદાનગરથી સીટીએમ (CTM) તરફ જતા BRTS કોરિડોરમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. પ્રતિબંધિત હોવા છતાં ટ્રેકમાં ઘૂસેલા એક મોપેડ ચાલકને પાછળથી આવતી BRTS બસે જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે યુવક તેના વાહન સાથે અંદાજે 50 થી 60 ફૂટ (Feet) સુધી રોડ પર ઢસડાયો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
હેલ્મેટ વગરના ચાલકને માથામાં ગંભીર ઈજા મળતી માહિતી મુજબ, અકસ્માત સમયે મોપેડ ચાલકે હેલ્મેટ (Helmet) પહેર્યું ન હોવાથી તેના માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી. ટક્કરને કારણે મોપેડનું આગળનું ટાયર પણ ફંગોળાઈને નીકળી ગયું હતું. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ (Ambulance) ને જાણ કરી ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ટ્રાફિક પોલીસની તપાસ ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસ (Traffic Police) નો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં BRTS ટ્રેકમાં ખાનગી વાહનો (Private Vehicles) ચલાવવા પર સખત મનાઈ છે. આમ છતાં, શોર્ટકટની લાલચમાં વાહનચાલકો જીવના જોખમે ટ્રેકમાં ઘૂસતા હોય છે, જે અગાઉ પણ અનેક ગંભીર અકસ્માતોનું કારણ બન્યું છે.
બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ' અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૯૭ મહિલાઓનું સ્તન કેન્સર સ્ક્રીનિંગ કરાયું **…
અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન : ઓક્ટોબર 2026માં ₹830 કરોડની આવક, યાત્રી તેમજ પાર્સલની આવકમાં નોંધપાત્ર…
ભારતીય રેલવેએ ફરી નિભાવી જીવનરક્ષકની ભૂમિકા: ત્રીજી વખત વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદયનું પરિવહન…
શ્રી દિલીપભાઈની આ સફળતા તમામ ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ સમાન છે : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ…
अमेरिका में भारतीय मूल की नर्स की कथित हत्या के बाद पंजाब में रहने वाली…
Jasmine Gill Custody | અમેરિકામાં ભારતીય મૂળની નર્સની કથિત હત્યા બાદ પંજાબમાં રહેતી તેની માતાએ…