આઈપીએલ 2026 (IPL 2026) ની શરૂઆત પહેલા જ ક્રિકેટ જગતમાંથી મોટા સમાચાર મળી રહ્યા છે. વર્કલોડ મેનેજમેન્ટ (Workload Management) અને ઈજાઓના કારણે ઓસ્ટ્રેલિયાના 4 દિગ્ગજ ફાસ્ટ બોલરો ટુર્નામેન્ટની શરૂઆતી મેચો ગુમાવશે. જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ના કેપ્ટન પેટ કમિન્સનો પણ સમાવેશ થાય છે.
ઓસ્ટ્રેલિયાના ‘બિગ થ્રી’ શરૂઆતી મેચોમાં નહીં રમે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Cricket Australia) એ 2027 ના વન-ડે વર્લ્ડ કપ (World Cup) ને ધ્યાનમાં રાખીને પોતાના મુખ્ય બોલરોને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. પેટ કમિન્સ (Pat Cummins), મિશેલ સ્ટાર્ક (Mitchell Starc) અને જોશ હેઝલવુડ (Josh Hazlewood) શરૂઆતની કેટલીક મેચોમાં ઉપલબ્ધ રહેશે નહીં. આગામી 12 મહિનામાં ભારત અને ઈંગ્લેન્ડ સામેની મહત્વપૂર્ણ શ્રેણીઓને જોતા આ સાવચેતીભર્યું વલણ અપનાવવામાં આવ્યું છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ અને ઇશાન કિશન પેટ કમિન્સની ગેરહાજરીમાં સનરાઈઝર્સ હૈદરાબાદે મોટો નિર્ણય લીધો છે. ટીમ મેનેજમેન્ટે 2026 સીઝન માટે સ્ટાર વિકેટકીપર-બેટર ઇશાન કિશન (Ishan Kishan) ને ‘સ્ટેન્ડ-ઇન કેપ્ટન’ (Stand-in Captain) તરીકે નિયુક્ત કર્યા છે. કમિન્સ હાલમાં ઈજા (Injury) સામે પણ ઝઝૂમી રહ્યા છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને ફટકો મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને પણ મોટો આંચકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર નેથન એલિસ (Nathan Ellis) હેમસ્ટ્રિંગની ઈજાના કારણે આખી સીઝનમાંથી બહાર થઈ ગયા છે. ચેન્નાઈએ હવે હરાજી (Auction) પછી તેમનો યોગ્ય વિકલ્પ શોધવો પડશે.
બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ' અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૯૭ મહિલાઓનું સ્તન કેન્સર સ્ક્રીનિંગ કરાયું **…
અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન : ઓક્ટોબર 2026માં ₹830 કરોડની આવક, યાત્રી તેમજ પાર્સલની આવકમાં નોંધપાત્ર…
ભારતીય રેલવેએ ફરી નિભાવી જીવનરક્ષકની ભૂમિકા: ત્રીજી વખત વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદયનું પરિવહન…
શ્રી દિલીપભાઈની આ સફળતા તમામ ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ સમાન છે : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ…
अमेरिका में भारतीय मूल की नर्स की कथित हत्या के बाद पंजाब में रहने वाली…
Jasmine Gill Custody | અમેરિકામાં ભારતીય મૂળની નર્સની કથિત હત્યા બાદ પંજાબમાં રહેતી તેની માતાએ…