Entertainment

‘ધુરંધર 2’ એ રચ્યો ઇતિહાસ: પહેલા જ દિવસે ₹200 કરોડની કમાણી સાથે તોડ્યા ‘જવાન’ અને ‘પુષ્પા 2’ ના રેકોર્ડ

Dhurandhar-2 Highest Bollywood Opener 2026 | બોલિવૂડ સુપરસ્ટાર (Bollywood Superstar) રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધુરંધર 2’ (Dhurandhar 2) એ બોક્સ ઓફિસના તમામ સમીકરણો બદલી નાખ્યા છે. આ ફિલ્મે માત્ર બિઝનેસનો ઈતિહાસ જ નથી રચ્યો, પરંતુ સફળતાના નવા માપદંડ સ્થાપ્યા છે. અત્યાર સુધી કોઈ હિન્દી ફિલ્મે વર્લ્ડવાઈડ (Worldwide) ₹150 કરોડની ઓપનિંગ જોઈ નહોતી, પરંતુ ‘ધુરંધર 2’ એ પહેલા જ દિવસે ₹200 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

આંકડા જોઈને ટ્રેડ એક્સપર્ટ્સ પણ ચોંક્યા આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે ભારતમાં અંદાજે ₹120 કરોડનું ગ્રોસ કલેક્શન (Gross Collection) કર્યું છે, જેમાં નેટ કલેક્શન ₹102 કરોડની આસપાસ છે. માત્ર હિન્દી વર્ઝનથી જ ફિલ્મે ₹99 કરોડની કમાણી કરી છે. વિદેશી માર્કેટ (Overseas Market) માં પણ રણવીરનો જાદુ ચાલ્યો છે, જ્યાં $5 Million (અંદાજે ₹48 કરોડ) નું કલેક્શન નોંધાયું છે. પ્રીવ્યુ શો (Preview Shows) સાથે મળીને કુલ વર્લ્ડવાઈડ કલેક્શન ₹220 કરોડને પાર કરી ગયું છે.

તૂટ્યા અનેક મોટા રેકોર્ડ્સ અત્યાર સુધી બોલિવૂડની સૌથી મોટી ઓપનિંગ ‘જવાન’ (Jawan – ₹129 કરોડ) ના નામે હતી, જે રેકોર્ડ હવે ‘ધુરંધર 2’ એ તોડી નાખ્યો છે. આ સાથે જ રણવીર સિંહની ફિલ્મે ‘પુષ્પા 2’, ‘RRR’ અને ‘બાહુબલી 2’ જેવી સાઉથની ફિલ્મોની ₹200 કરોડની ઓપનિંગ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. હિન્દી વર્ઝનમાં સૌથી મોટી ઓપનિંગનો ‘પુષ્પા 2’ (Pushpa 2 – ₹72 કરોડ) નો રેકોર્ડ પણ હવે ભૂતકાળ બની ગયો છે.

રણવીર સિંહ અને ટીમનું સેલિબ્રેશન ફિલ્મમાં ‘હમઝા’ (Hamza)ના પાત્રમાં રણવીર સિંહે શાનદાર અભિનય કર્યો છે. મુંબઈમાં યોજાયેલી સ્પેશિયલ સ્ક્રીનિંગમાં રણવીર સિંહ, દિગ્દર્શક આદિત્ય ધર, યામી ગૌતમ અને લીડ એક્ટ્રેસ સારા અર્જુન આ ઐતિહાસિક સફળતાની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.

Chief Editor

Recent Posts

બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ

બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ' અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૯૭ મહિલાઓનું સ્તન કેન્સર સ્ક્રીનિંગ કરાયું **…

8 hours ago

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું વાણિજ્યિક તેમજ યાત્રી સેવાઓના ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન

અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન : ઓક્ટોબર 2026માં ₹830 કરોડની આવક, યાત્રી તેમજ પાર્સલની આવકમાં નોંધપાત્ર…

9 hours ago

વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદયનું પરિવહન

ભારતીય રેલવેએ ફરી નિભાવી જીવનરક્ષકની ભૂમિકા: ત્રીજી વખત વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદયનું પરિવહન…

9 hours ago

IFFICO ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી બહુમતીથી વિજેતા

શ્રી દિલીપભાઈની આ સફળતા તમામ ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ સમાન છે : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ…

9 hours ago

अमेरिका में बेटी की हत्या के बाद मां की गुहार, 8 महीने के नाती की कस्टडी के लिए भारत और अमेरिका सरकार से मांगी मदद

अमेरिका में भारतीय मूल की नर्स की कथित हत्या के बाद पंजाब में रहने वाली…

13 hours ago

અમેરિકામાં દીકરીની હત્યા બાદ માતાની 8 મહિનાના પૌત્રની કસ્ટડી માટે ભારત અને અમેરિકાની સરકાર પાસે મદદ માગી

Jasmine Gill Custody | અમેરિકામાં ભારતીય મૂળની નર્સની કથિત હત્યા બાદ પંજાબમાં રહેતી તેની માતાએ…

13 hours ago