NRI

માત્ર 3 વર્ષની ઉંમરે પુસ્તક લખી ભારતીય મૂળના અદ્વય જૈને બનાવ્યો ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ

Advay Jain Record | અમેરિકાના ન્યૂ જર્સીમાં રહેતા ભારતીય મૂળના 4 વર્ષના બાળક અદ્વય જૈને એક અનોખી સિદ્ધિ હાસિલ કરી છે. અદ્વયે સૌથી નાની ઉંમરે પુસ્તક પ્રકાશિત કરનાર વ્યક્તિ (પુરુષ) તરીકે ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

જ્યારે પોતાનું પુસ્તક ‘ડીનો લર્ન્સ નોટ ટુ વેસ્ટ ફૂડ’ (Dino Learns Not To Waste Food) પ્રકાશિત કર્યું, ત્યારે તેની ઉંમર માત્ર 3 વર્ષ અને 345 દિવસ હતી.

આ સફળતા બદલ ન્યૂ યોર્કમાં ભારતના કન્સુલ જનરલ બિનય શ્રીકાંત પ્રધાને પોતાના કાર્યાલયમાં અદ્વયનું સન્માન કર્યું હતું.

સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતાં કન્સુલેટે જણાવ્યું કે, અદ્વયનું પુસ્તક બાળકોને ભોજનનું મૂલ્ય સમજવા અને ખોરાકનો બગાડ અટકાવવાની પ્રેરણા આપે છે.

અદ્વયના પિતા નીરજ કુમારના જણાવ્યા અનુસાર, વિશ્વભરમાં આ પુસ્તકની 1,300 થી વધુ નકલો વેચાઈ ચૂકી છે. આ પુસ્તકની વાર્તા અદ્વયના નવા પ્રી-સ્કૂલના અનુભવમાંથી પ્રેરિત છે.

અદ્વયને શરૂઆતમાં દીવાલો પર ચિત્રો દોરીને વાર્તા કહેવાની ટેવ હતી. તેના માતા-પિતા નીરજ કુમાર અને સોનલ બંસલે જુલાઈ 2025 માં તેની આ કળાને પુસ્તકના રૂપમાં ફેરવવાની યાત્રા શરૂ કરી હતી, જેમાં તેમને 10 મહિનાનો સમય લાગ્યો હતો.

નોંધનીય છે કે અદ્વયની 12 વર્ષની બહેન અવ્યા પણ એક લેખક અને ચિત્રકાર છે. અદ્વય હાલમાં પોતાના પુસ્તકના બીજા ભાગ પર કામ કરી રહ્યો છે, જેમાં ડીનો પાત્ર અન્ય મહત્ત્વના પાઠ શીખવશે.

Chief Editor

Recent Posts

જેન્સન હુઆંગ ફરી NVIDIAના CEO

NVIDIAના શેર પ્રી-માર્કેટ ટ્રેડિંગમાં લગભગ 29.5 ટકા વધ્યા હતા જેન્સન હુઆંગ ના ની ફરી એનવીડિયામાં…

17 hours ago

અમદાવાદ રેલવે સ્ટેશન પર એલિવેટેડ રોડ બંધ, પાર્કિંગ સુવિધાની નોંધ

અમદાવાદ રેલવે સ્ટેશન પર એલિવેટેડ રોડ બંધ, પાર્કિંગ સુવિધા સાઉથ MMTH ભવનમાં સ્થળાંતરિત અમદાવાદ રેલવે…

1 day ago

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

આસ્થા અને ભક્તિના ઉત્સવ સાથે શિક્ષણ અને વિકાસનો સમન્વય “વિકાસ ભી, વિરાસત ભી”નું ઉદાહરણ -…

1 day ago

સુરક્ષિત ભંડારણ, સ્માર્ટ પરિવહન અને સામૂહિક વિકાસ’

ચંદીગઢમાં અમદાવાદ, અંબાલા અને ફિરોઝપુર રેલવે મંડળો તથા કેન્દ્રીય ભંડારણ નિગમ (CWC) દ્વારા ‘ટ્રેડ મીટ…

1 day ago

ટેક્સાસ…ફ્રિસ્કોમાં નવા જૈન સેન્ટરનું ભૂમિપૂજન ફ્રિસ્કો

ફ્રિસ્કોમાં નવા જૈન સેન્ટરનું ભૂમિપૂજન ફ્રિસ્કો, ટેક્સાસ: જૈન સોસાયટી ઓફ નોર્થ ટેક્સાસ (JSNT) 14 નવેમ્બર,…

3 days ago

ગુજરાત અને આસામ વચ્ચે આર્થિક સહયોગને મળશે નવી ગતિ

 વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027માં ઉપસ્થિત રહેવા આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમાને આમંત્રણ પાઠવાયું ગાંધીનગર,…

3 days ago