Breaking News


દત્ત,ગોરખ અને નરસૈંયાની પવિત્ર સિદ્ધ ભૂમિ પર તારીખ ૨૧/૦૭/૨૦૨૪ ના ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર જેમના ઉચ્ચ શિખર પર ત્રિદેવ સ્વરૂપ બ્રહ્મા,વિષ્ણુ અને મહાદેવ સાક્ષાત ગુરુ દત્તાત્રેય સ્વરૂપે બિરાજે છે, માતા અંબાજી શિખરે બિરાજમાન છે.કહેવાય છે કે નવ નાથ, ચોસઠ જોગણી અને ચોર્યાસી સિધ્ધોના જ્યાં સાક્ષાત બેસણાં છે..એવા સનાતન ધર્મમાં પવિત્ર યાત્રાધામ ગિરનાર પર્વત પર જૂનાગઢનાં કવિ શ્રી દિલીપ ધોળકિયા,”શ્યામ” દ્વારા સંપાદિત વિશિષ્ટ કાવ્ય સંગ્રહ “મહા મહિમાવંત ગિરનાર” નું આદરણીય પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા સાહેબના વરદ્ હસ્તે અને માન.પ્રા.ડૉ.ચેતન ત્રિવેદી,કુલપતિ શ્રી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી,જૂનાગઢ,જૂનાગઢ મહાનગરના માન.ડેપ્યુટી મેયર શ્રી ગિરીશ કોટેચા, સુપ્રસિદ્ધ ગઝલકાર માન.શ્રી ડૉ. સતિન દેસાઈ,’પરવેઝ દીપ્તિ ગુરુ’, માન.શ્રી હેમંત નાણાવટી,મેનેજિંગ ટ્રસ્ટીશ્રી, રૂપાયતન જૂનાગઢ, માન.શ્રી પ્રા. ડૉ.પ્રદ્યુમન ભ.ખાચર,જાણીતા ઇતિહાસવિદ્ અને સંશોધક, જાણીતા કવિશ્રી પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’, ઉપાધ્યક્ષ,ગાંધીનગર સાહિત્ય સભા,સુ.શ્રી ઈવા પટેલ,અધ્યક્ષ, નવસર્જન સાહિત્ય મંચ, અમદાવાદ, શ્રી ભાનુપ્રસાદ એસ.દવે,જાણીતા ઉદઘોષક અને કર્મશીલ,ગાંધીનગર,કવિશ્રી નિરંજન શાહ,’નીર’, ગાંધીનગર, શ્રી પાવન સોલંકી,બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા અમદાવાદ,સુ.શ્રી જયશ્રી પટેલ,જાણીતા લેખિકા અને કવિ,રંગ સાહિત્ય પરિવાર તથા મુંબઈ અને ગુજરાતના અનેક જિલ્લામાંથી પધારેલા ૫૫ જેટલા કવિ/કવયિત્રીઓની પાવન ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું. 

જૂનાગઢના કવિશ્રી દિલીપ ધોળકિયા”શ્યામ દ્વારા સંપાદિત “મહા મહિમાવંત ગિરનાર” કાવ્ય સંગ્રહ માં ગુજરાત, મુંબઈ અને વિશ્વના કુલ ૧૧૧ પૈકી અમેરીકા સ્થિત શ્રી રમેશ પટેલ ( આકાશ દીપ )સહ  અન્ય  કવિઓશ્રી ઓ  દ્વારા ફક્ત ગિરનારના આધ્યાત્મિક,ધાર્મિક,પ્રાકૃતિક, ઐતિહાસિક મહિમા અને વિશિષ્ટતાને આવરી લેતી ૧૫૧ ગીત,ગઝલ અને કાવ્યોનો સમાવેશ થયેલ છે.આ પ્રથમ ઘટના છે કે ગિરનાર પર્વત પર એક સાથે એક જ પુસ્તકમાં આટલાં કવિઓ દ્વારા રચાયેલી રચનાઓને પ્રકાશિત કરવામાં આવી હોય. જેથી શ્રી પાવન સોલંકી, વર્લ્ડ રેકોર્ડઝ ઓફ ઈન્ડીયા તરફથી આ પુસ્તકને વર્લ્ડ રેકોર્ડ જાહેર કરી સંપાદક કવિશ્રી દિલીપ ધોળકિયા,”શ્યામ”ને તેમના અને મહાનુભાવોના હસ્તે વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદબોધન અને ગિરનાર કાવ્યો રજૂ થયાં.ત્યારબાદ પુસ્તકમાં જેમની રચનાઓનો સમાવેશ થયેલ તે સર્જકોને વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર તરીકે એવોર્ડ એનાયત થયેલ.વરસાદી વાતાવરણમાં પણ ખૂબ બહોળી સંખ્યામાં કવિ/કવયિત્રીઓ તથા સાહિત્ય પ્રેમી ભાવિકોની હાજરી રહી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંકલન સુ.શ્રી ઈવા પટેલ દ્વારા, કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત રૂપાયતન સંસ્થાના ટ્રસ્ટી શ્રી પ્રા.રમેશ મહેતા દ્વારા અને આભારવિધિ દિલીપ ધોળકિયા “શ્યામ” દ્વારા કરવામાં આવેલ હતી.

       ( તસ્વિર અને માહિતી સૌજન્યઃ કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: