અમેરીકા-કેલિફોર્નિયાના એનાહીમ ગાયત્રી ચેતના ખાતે શિવરાત્રીની ઉજવણી ખૂબ આનંદ-ઉત્સાહ થી કરવામાં આવી….

8મી માર્ચે, સમગ્ર વિશ્વ ગાયત્રી પરિવાર એલએ, એનાહીમે શિવરાત્રી પર્વની ભવ્ય રીતે ઉજવણી કરી હતી.
વહેલી સવારે 6-00 વાગ્યાથી મંદિરમાં શિવભિષેક સાથે પ્રારંભ થયો હતો અને આખો દિવસ ભક્તોએ ભગવાન સદા શિવ મહાદેવજીની પ્રાર્થના અને દર્શન કર્યા હતા.
સાંજે 5:૩૦ વાગ્યે નિકી ભટ્ટ અને મહેશભાઈ દ્વારા કરવામાં આવેલ શિવપૂજન સાથે પર્વ ની ઉજવણીની શરૂઆત થઈ અને ત્યારબાદ દીપ યજ્ઞ, આરતી અને હેમા પટેલની આગેવાની હેઠળના પ્રિયા ડાન્સ એકેડેમી ગ્રુપ દ્વારા ભગવાન શિવ અને ભગવાન ગણેશજીને સમર્પિત નૃત્ય પ્રદર્શન કરવામાં આવ્યું. ત્યાર બાદ મહાપ્રસાદ ફલહાર બાદ રાત્રે 9-30 વાગ્યા સુધી ભક્તો સાથે શિવ બારાત સાથે મંદિરની પરિક્રમા કરી અને શિવ ભજનો, ભક્તિ ગીતો કીર્તન, સવારે 4-00 વાગ્યા સુધી થયા. 

સુકૃતાજી ગૃપ દ્વારા શિવ ભજનો અને ચાર પ્રહર શિવાભિષેક કરવામાં આવ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન ભટ્ટ મહેશભાઈ, નિકી ભટ્ટ, રાજુભાઈ પટેલ, કુસુમબેન પંડ્યા, કુસુમ પટેલ, ભાવના પટેલ અરુણા ભટ્ટ તરુણા થાનકી અને ભાનુભાઈ પંડયા વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું. શિવરાત્રી કાર્યક્રમની સફળતા માટે સ્વયંસેવકો સર્વશ્રી અમૃતભાઈ પટેલ, મુકેશભાઈ શાહ, હિમાંશુ પટેલ, જગમોહન ગર્ગ અને જયદીપ પટેલનો સહયોગ મળ્યો હતો. ઉત્સવ ની ઉજવણી માં ૪૦૦ જેટલા ભાવુકો એ સહયોગ કરી હાજરી આપી હતી.
( માહિતી અને તસ્વિર :- કાન્તિભાઈ મિસ્ત્રી, કેલિફોર્નિયા. )

 
				 
						 
						 
                             
                             
                             
                             
                             
                                
                                
                               