Breaking News

Sardar Patel an inspiration entire world UN Ambassador Ahmedabad 75 floats on the riverfront will showcase a glimpse of Pramukh Swamis life sardar-at-150-unity-march-reached-bhandra-in-narmada sports festival closing ceremony Home Minister Amitb Shah attend

મુખ્યમંત્રીશ્રીએ બેલ રીંગીંગ સેરેમનીથી ગ્રીન બોન્‍ડનું BSEમાં લિસ્ટિંગ કરાવ્યું

-: મેયર શ્રીમતી પ્રતિભા જૈનની ઉપસ્થિતિ :-

ગ્રીન બોન્ડ લિસ્ટિંગ કરનારી રાજ્યની પ્રથમ મહાનગરપાલિકાનું ગૌરવ મેળવતી અમદાવાદ મહાનગરપાલિકા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ પર્યાવરણ માટે આપેલા નેટ ઝીરો લક્ષ્યને સિદ્ધ કરવા અમદાવાદનું નવતર કદમ

સસ્ટેઇનેબલ સિટી ડેવલપમેન્ટ અન્વયે સ્યુએજ વોટરનું શુદ્ધિકરણ કરી ઉદ્યોગોને આપવા ગ્રીન એનર્જી ઉત્પાદન અને ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સહિતના ગ્રીન એન્વાયરમેન્ટ પ્રોજેક્ટના અસરકારક અમલ માટે બોન્ડના નાણાંનો સુઆયોજીત ઉપયોગ કરાશે

ગ્રીન બોન્ડના ઓનલાઈન બિડીંગની ચાર જ સેકન્ડમાં રૂ. ૨૦૦ કરોડ સામે રૂ. ૪૧૫ કરોડનું ભરણું છલકાયું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. ૨૦૦ કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSEમાં લિસ્ટીંગ કરાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ મેયર શ્રીમતી પ્રતીભાબહેન જૈન, ડેપ્યુટી મેયર શ્રી જતીન પટેલ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે BSE બેલ રીંગીંગ સેરેમનીથી આ બોન્ડ લિસ્ટિંગ સંપન્ન કર્યું હતું.


વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નેટ ઝીરોનું જે લક્ષ્ય સસ્ટેઇનેબલ અને એન્‍વાયરમેન્‍ટ ફ્રેન્‍ડલી ડેવલપમેન્‍ટ માટે આપ્યું છે તેને અમદાવાદ મહાનગરપાલિકાએ આ રૂ. ૨૦૦ કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડથી પાર પાડવાની પહેલ કરી છે.

અમદાવાદ મહાનગરપાલિકાએ આવા ગ્રીન બોન્ડ લિસ્ટિંગ કરનારી રાજ્યની પ્રથમ મહાનગરપાલિકાનું ગૌરવ પણ મેળવ્યું છે.

અમદાવાદ મહાનગરમાં સાતત્યપૂર્ણ અને પર્યાવરણ સંતુલન સાથેના વિકાસ પ્રોજેક્ટ ગ્રીન પ્રોજેક્ટ માટે આ ગ્રીન બોન્ડ ઉપયુક્ત બનશે.

અમદાવાદમાં સ્યુએજ ગટરના પાણીનું શુદ્ધિકરણ કરીને ઉદ્યોગોને વપરાશ માટે આપવા ગ્રીન એનર્જી ઉત્પાદન તથા ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સહિતના વિવિધ ગ્રીન પ્રોજેક્ટમાં અસરકારક કામગીરી માટે આ બોન્ડ ઇસ્યુ બહાર પાડવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રૂ. ૨૦૦ કરોડના રાજ્યના પ્રથમ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બીડીંગ પ ફેબ્રુઆરીના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સવારે ૧૧.૦૦ કલાકે ઓનલાઈન બીડીંગ પ્લેટફોર્મ ઉપર શરૂ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો AA+ ક્રેડીટ રેટીંગ ધરાવતો સદરહુ ગ્રીન બોન્ડ શરૂઆતની ૦૪ સેકન્ડમાં જ રૂ. ૨૦૦ કરોડના બોન્ડ સાઈઝ સામે રૂ. ૪૧૫ કરોડનું સબ્સસ્ક્રીપ્શન મળ્યું છે.

બીડીંગ સમય પૂર્ણ થવા સુધી જુદા-જુદા ૩૦ ઈન્વેસ્ટર તરફથી રૂ. ૧૩૬૦ કરોડનું સબ્સસ્ક્રીપ્શન થયેલું છે.

આમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો રૂ. ૨૦૦ કરોડનો ગ્રીન બોન્ડ ૧૩.૬૦ ગણો ભરાયેલો છે.

આ ગ્રીન બોન્ડ લિસ્ટિંગ અવસરે અમદાવાદના મેયર શ્રી સુશ્રી પ્રતિભાબેન જૈન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિનીકુમાર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ. થેન્નારસન, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, નાણા વિભાગના ડેપ્યુટી કમિશનર શ્રી આર્જવ શાહ, બીએસસીના ચીફ બિઝનેસ ઓફિસર શ્રી સમીર પાટીલ, એસબીઆઇ કેપિટલ માર્કેટના ડાયરેક્ટર એન્ડ પ્રેસિડેન્ટ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: