
અમેરીકાના કેલિફોર્નિયા રાજ્યના બૃહદ્ લોસ એન્જેલસ વિસ્તારની ઑરેન્જ કાઉન્ટીના ડીઝની ફેમ શહેર એનાહેમ ખાતે આવેલ ‘All World Gayatri Pariwar’ (AWGP) સંચાલિત ગાયત્રી મંદિર ખાતે શુક્રવાર તા.૨૬ જાન્યુઆરીના રોજ ૭૫મા પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી થઈ.
અમેરીકાના કેલિફોર્નિયા-એનાહેમ ગાયત્રી મંદિર ખાતે બૃહદ્ લોસ એન્જેલસ વિસ્તારમાં કાર્યરત ‘ગુજરાતી સિનિયર ફ્રેન્ડ સર્કલ’ ( GSFC ) દ્વારા તા.૨૬ જાન્યુઆરીના રોજ ૭૫મા પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરવા માટે આ ગૃપના સભ્યો બરાબર ૧૦ઃ૩૦ વાગે ગાયત્રી મંદિર ખાતે રંગ-બેરંગી પોશાક માં આવી ગયા હતા.
કાર્યક્રમની શરૂઆત શ્રીમતિ રેખાબેન દવે દ્વારા મંગલ પ્રાર્થનાથી કરવામાં આવી હતી.ત્યાર બાદ ગુણવંતભાઈ પટેલે સૌને આવકારી સિનિયર સંસ્થા GSFC નો વિસ્તૃત પરિચય આપ્યો હતો.

ત્યારબાદ શ્રીમતિ ચંદ્રિકાબેન મિસ્ત્રીએ ઉમાશશી દેસાઈનો અને કાંતિલાલ મિસ્ત્રીએ શ્રી રાજુભાઈ પટેલનો પરિચય આપ્યોહતો. પ્રથમ સૌએ અમેરિકન રાષ્ટ્રગીત ગાયું હતું અને પછી તુરંત ભારતીય તિરંગાને ફરકાવવાત્માં આવ્યો હતો. ગાયત્રી મંદિરના ટ્રસ્ટી શ્રી રાજુભાઈ પટેલ તથા GSFCનાં વરિષ્ઠ સભ્ય ઉમાશશી દેસાઈના સંયુક્ત હસ્તે ધ્વજવંદન સંપન્ન થયું.
ત્યાર બાદશ્રી હર્ષદરાય શાહે જાણીતા ગાયકો શ્રીમતિ રેખા દવે તથા શ્રી સિધ્ધાર્થ પાઠકનો પરિચય આપ્યો હતો. અને તુરંત આ બન્ને પ્રસિદ્ધ ગાયકોએ સૌને
રાષ્ટ્રભક્તિ ગીતોની રસલ્હાણ કરાવી હતી.

આ પ્રસંગે શ્રી રાજુભાઈ પટેલ તથા શ્રી પ્રણવ દેસાઈએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. અને અંતમાં ગાયત્રી મંદિરના વ્યવસ્થાપક શ્રી ભાનુભાઈ પંડયાએ આભારવિધિ કરી હતી.
કાર્યક્રમના અંતે સૌએ દૂધપાક,પૂરી,સમોસા અને પુલાવ કઢીના સુરુચિ ભોજનને ન્યાય આપ્યો હતો. ભોજન બનાવવામાં કુસુમબેન પંડયા,ઈન્દ્રાબેન,કુસુમ પટેલ,ચંદ્રિકા મિસ્ત્રી, તારાબેનપટેલ, ગીતાબેન પટેલ તથા ઉમેશ શાહ વગેરેનો ફાળો અમૂલ્ય હતો.

સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુણવંતભાઈ પટેલ, કાન્તિલાલ મિસ્ત્રી, દુષ્યંત પટેલ, ઉમેશ શાહ તથા ભાનુભાઈ પંડયાએ કર્યું હતું. કાર્યક્રમ સંચાલન ગુણવંતભાઈ પટેલ તથા ફોટોગ્રાફી કાન્તિલાલ મિસ્ત્રી દ્વારા કરવામાં આવી હતી.
( માહિતી;- ગુણવંતભાઈ પટેલ અને તસ્વિર :- કાન્તિભાઈ મિસ્ત્રી, કેલિફોર્નોયા )ગાયત્રી મંદિર ખાતે શુક્રવાર તા.૨૬ જાન્યુઆરીના રોજ ૭૫મા પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી થઈ.
