પશ્ચિમ રેલવે રતલામ મંડળના ઇન્દોર સ્ટેશનથી પશ્ચિમ રેલવેની પ્રથમ ભારત ગૌરવ ટ્રેનનો શુભારંભ તા.16.05.2023ના રોજ રેલ અને કાપડ રાજ્યમંત્રી શ્રીમતી દર્શના જરદોશે વિડીયો લિંક દ્વારા કરવામાં આવ્યો. આ દરમિયાન ઇન્દોર સ્ટેશન પર માનનીય સાંસદ શ્રી શંકર લાલવાણી, માનનીય સાંસદ (રાજ્યસભા) સુશ્રી કવિતા પાટીદાર અને માનનીય વિધાયક શ્રી રમેશ મેંદોલા હાજર રહ્યા.

ભારતીય રેલવે દ્વારા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અને ‘દેખો અપના દેશ’ની સંકલ્પનાને પ્રોત્સાહિત કરતાં ભારત ગૌરવ પર્યટક ટ્રેનોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. આ ક્રમમાં મધ્યપ્રદેશના તીર્થયાત્રીઓ માટે ઇન્ડિય રેલવે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (આઇઆરસીટીસી) દ્વારા ભારત ગૌરવ પર્યટક ટ્રેનના સંચાલનનો શુભારંભ કરવામાં આવ્યો.
આ ટ્રેનમાં યાત્રીઓ માટે 03 એરકન્ડિશન્ડ અને 08 સ્લીપિંગ કોચ પણ હશે. આ ટ્રેન દ્વારા 09 રાત/10 દિવસોની આ યાત્રામાં પુરી, ગંગાસાગર, કોલકાતા, બૈદ્યનાથ, વારાણસી અને અયોધ્યાના જોવાલાયક સ્થળોની સફર કરાવવામાં આવશે. યાત્રા દરમિયાન યાત્રીઓને ચાય, નાસ્તો, બપોર અને રાતના ભોજન સહિત નોન એ.સી. સ્ટાન્ડર્ડ હોટલમાં રાત્રિરોકાણ/સ્નાનની સુવિધા આપવામાં આવશે. સ્થાનિક ભ્રમણ માટે નોન એસી ટુરિસ્ટ બસોની સુવિધા પણ પ્રદાન કરવામાં આવશે. ટિકિટની કિંમતમાં જ યાત્રીઓને ચાર લાખ રૂપિયાનો એક્સિડન્ટ વીમો પણ સામેલ રહેશે.

પશ્ચિમ રેલવેની પ્રથમ ભારત ગૌરવ ટ્રેનમાં ઇન્દોર – 448 જેટલા યાત્રી સલાર થયા અને ઉજ્જૈન-105, રાણી કમલાપતિ -86, ઇટારસી-37, જબલપુર-59, કટની-15, અનૂપપુર-5 સહિત કુલ 755 યાત્રી આ ટ્રેન દ્વારા યાત્રાનો લાભ લેશે.