Breaking News

હરે કૃષ્ણ મુવમેન્ટ તેના વાર્ષિક અષ્ટમ પાટોત્સવ પર્વની ભવ્ય ઉજવણી હરે કૃષ્ણ મંદિર,ભાડજ ખાતે બુધવાર તા. 19 એપ્રિલ થી
મંગળવાર 23 એપ્રિલ, 2023 દરમ્યાન ઉજવણી થઇ. મંદિરનુ ઉદઘાટન તા. 21 એપ્રિલ, 2015 ના રોજ અક્ષયતૃતિયાના શુભદિને
કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ શ્રી શ્રી રાધા માધવ, શ્રી શ્રી લક્ષ્મી-નરસિંહ ભગવાન અને શ્રી શ્રી નિતાઈ ગૌરાંગ (કૃષ્ણ-બલરામ સ્વરૂપ)
ભગવાનશ્રી ની ઉપસ્થિત અને તેમના મૂર્તિરૂપે હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે થયેલ સ્થાપ્ન ના શુભપ્રસંગને સિમાચિહ્ન રૂપે દર્શાવે છે.

હરેકૃષ્ણ મંદિર ખાતે પાટોત્સવની ઉજવણી ખૂબ જ હર્ષોલ્લાસ અને આનંદ સાથે ઉજવવા માં આવ્યું. ઉજવાઈ રહેલ પાટોત્સવના પાંચમાં
દિવસે, અક્ષયતૃતિયાના શુભદિને, તા. 23 એપ્રિલના રોજ સર્વશક્તિમાન શ્રી શ્રી રાધામાધવને સાંજના 6 વાગ્યાથી ચૂરના અભિષેક અર્પણ
કરવામાં આવ્યું. આ એક પારંપરિક દિવ્યસ્નાન વિધિ છે જેમાં ભગવાનશ્રીને હળદર અને અન્ય પવિત્ર પદાર્થો(વસ્તુઓથી) અભિષેક કરવામાં
આવે છે. મંદિરમાં ભગવાનને (શ્રી શ્રી રાધા માધવ, શ્રી શ્રી લક્ષ્મી-નરસિંહ અને શ્રી શ્રી નિતાઈ ગૌરાંગ) ને મંદિરમાં ભવ્ય અભિષેક અર્પણ
કરવામાં આવ્યું. આખા વર્ષ દરમ્યાન આ શુભઅવસર પર જ પ્રાણપ્રતિષ્ઠા કરેલ બધી દેવપ્રતિમાઓના એક સાથે થતા અભિષેક નિહાળવાનો
લાહવો પ્રાપ્ત થાય છે. ઉત્સવ ના ભાગરૂપે પરમ પૂજ્ય શ્રી સ્તોકા કૃષ્ણ સ્વામી, હરે કૃષ્ણ મૂવમેન્ટ ના જિ બી સી
મેમ્બર એન્ડ અધ્યક્ષ, ઈસ્કાન-મૈસુરુ,એ ઉપસ્થિત ભક્તો ને ભગવાનના શ્રીમૂર્તિના અવતરણ બાબતે આશીર્વચન
આપ્યા.


મહા અભિષેક પછી ભગવાન ને ભવ્ય સુસજ્જિત પાલકી માં વિહાર કરવા માં આવ્યા અને પાંચ દિવસીય પાટોત્સવ
ના પુર્ણાહુતીના ભાગ રૂપે ભવ્ય મહા આરતી કરવા માં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post