Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અખાત્રીજના પાવન અવસરે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિર ખાતે રથપૂજનમાં સહભાગી બન્યા

H S April 22, 2023
22 ja1

ગૃહ રાજ્યમંત્રીએ રથપૂજન કરીને ચંદનયાત્રા સાથે વિધિવત રીતે રથયાત્રા ઉજવણીની તૈયારીઓ શરૂ

કરાવડાવી

Join Our WhatsApp Group

અખાત્રીજના પવન અવસરે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિર ખાતે રથપૂજનમાં સહભાગી બન્યા
હતા. તેમણે રથપૂજન કરીને ચંદનયાત્રા સાથે વિધિવત રીતે રથયાત્રા ઉજવણીની તૈયારીઓ શરૂ કરાવડાવી હતી.

આ પ્રસંગે
ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથોનું વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યા બાદ ત્રણેય રથની
આરતી ઉતારવામાં આવી હતી. આ સાથે આગામી જૂન માસમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની 146મી રથાયાત્રાની
ઉજવણીની તૈયારીઓની શરૂઆત કરવામાં આવી હતી.
આ રથ પૂજન પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ભગવાન જગન્નાથ, ભાઈ
બલભદ્ર અને બહેન સુભદ્રા નવા રથોમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળવાના છે. નગરજનોની આસ્થા, શ્રદ્ધા
અને સંસ્કૃતિ અકબંધ રહે એ રીતે અદ્ભુત કલાકૃતિ સમાન નવા રથોની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. આજે વિધિવત
રીતે રથોની પૂજા કર્યા બાદ રથયાત્રાની તૈયારીઓની શરૂઆત કરવામાં આવશે.


વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ રથયાત્રામાં ટેકનોલોજીના ઉપયોગ થકી સુરક્ષા અને સલામતી વધુ સઘન
બનાવવામાં આવશે તથા આવનારા દિવસોમાં સૌ નગરજનો સાથે મળીને જગતના નાથ એવા જગન્નાથજીની ભવ્ય
રથયાત્રામાં સામેલ થઈશું અને આશીર્વાદ મેળવીશું, એવો આશાભાવ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ રથપૂજન કાર્યક્રમમાં જગન્નાથ મંદિરના મહંતશ્રી દિલીપદાસજી મહારાજ, અમદાવાદ શહેરના મેયર શ્રી
કિરીટભાઈ પરમાર, અમદાવાદના ધારાસભ્યશ્રીઓ, મ્યુ. કાઉન્સિલરશ્રીઓ, મંદિરના ટ્રસ્ટીગણ ઉપરાંત ભક્તજનો મોટી
સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ ના સૂત્રને સાર્થક કરતા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી
Next: અમેરીકાના કેલિફોર્નિયા-ઑરેન્જ કાઉન્ટી ખાતેના સીટી ઓફ અર્વાઈન ખાતે આવેલ શ્રીનાથજી હવેલી માં  ખુબ ધામ-ધુમથી મહાપ્રભુજી જન્મોઉત્સવ ઉજવાયો.
Follow

Recent Posts

  • એશિયન ગેમ્સમાં સોનમ ઉત્તમ મસ્કરને સિલ્વર મેડલ
  • હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે રાધારાણીની પૂજા
  • નોર્વેમાં ભારતીય શખ્સને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે કરવા પડ્યા બે વર્ષ ધક્કા, 6 લાખનો ખર્ચ
  • અમેરિકામાં NRI ના માતા-પિતાને ઇમિગ્રેશન ઓફિસરે માત્ર 2 મહિનાનો જ સ્ટે આપ્યો
  • ‘મોદીજી મિસાઇલ આપો, અમે પાકિસ્તાનને ઉડાડી દઈશું’ તાલિબાન
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.