Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ઈરાન-અમેરિકા સંઘર્ષ: રશિયાના સમર્થનથી ઈરાન આક્રમક, પુતિનની એન્ટ્રીએ પશ્ચિમી દેશોની ચિંતા વધારી

Chief Editor April 28, 2026
Iran Russia Alliance

Iran Russia Alliance | મધ્ય પૂર્વ (Middle East) માં વધતા તણાવ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી (Abbas Araghchi) વચ્ચેની તાજેતરની મુલાકાતે વૈશ્વિક રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે.

પુતિને ઈરાનને દરેક રીતે સાથ આપવાનો ભરોસો આપતા જ ઈરાનના તેવર બદલાયા છે. અરાઘચીએ અમેરિકા (USA) પર આકરા પ્રહારો કરતા દાવો કર્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) હવે ઈરાન સાથે વાતચીત કરવા માટે આજીજી કરી રહ્યા છે.

Join Our WhatsApp Group

ઈરાને રશિયાને વિશ્વની સાચી મહાશક્તિ (Superpower) ગણાવીને બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો વધુ મજબૂત કરવાની જાહેરાત કરી છે. હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) ના દરિયાઈ માર્ગને લઈને પણ ગજગ્રાહ તેજ બન્યો છે. ઈરાને પાકિસ્તાન (Pakistan) મારફતે અમેરિકાને એક લેખિત પત્ર મોકલી પોતાની ‘રેડ લાઈન્સ’ (Red Lines) સ્પષ્ટ કરી છે.

ઈરાને પ્રસ્તાવ મૂક્યો છે કે જો અમેરિકન નૌકાદળ (US Navy) નાકાબંધી હટાવે તો હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખોલી શકાય છે. જોકે, ટ્રમ્પ વહીવટીતંત્રે આ પ્રસ્તાવ ફગાવીને સ્પષ્ટ કર્યું છે કે ઈરાને સીધો સંપર્ક કરવો પડશે. આ મડાગાંઠના કારણે ખાડી દેશો (Gulf Countries) પર આર્થિક સંકટ (Economic Crisis) તોળાઈ રહ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાથી ઓઈલ અને ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટું નુકસાન થઈ રહ્યું છે.

UAE ના પ્રમુખના સલાહકાર અનવર ગરગશે અન્ય ખાડી દેશોની નબળી નીતિની ટીકા કરતા કહ્યું છે કે ઈરાનને રોકવાની વ્યૂહરચના નિષ્ફળ રહી છે. એક તરફ રાજદ્વારી પ્રયાસો ચાલુ છે, તો બીજી તરફ લેબેનોન (Lebanon) સરહદે ઈઝરાયલ અને હિઝબુલ્લાહ (Israel-Hezbollah) વચ્ચે હિંસા અટકવાનું નામ નથી લઈ રહી.

રશિયાની એન્ટ્રીથી હવે આ સંઘર્ષ માત્ર પ્રાદેશિક ન રહેતા વૈશ્વિક સ્તરે પહોંચી ગયો છે, જેની અસર આગામી દિવસોમાં તેલના ભાવો અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર જોવા મળશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Donald Trump (ડોનાલ્ડ ટ્રમ્પ) Economic Crisis (આર્થિક સંકટ) Hezbollah (હિઝબુલ્લાહ) Iran (ઈરાન) Israel (ઇઝરાયલ) Middle East (મિડલ ઈસ્ટ) Russia (રશિયા) Strait of Hormuz (સ્ટ્રેટ ઓફ હોર્મુઝ) US-Israel-Iran war (અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ) Vladimir Putin (વ્લાદિમીર પુતિન)

Post navigation

Previous: સૈન્ય ખર્ચમાં ભારત વિશ્વમાં 5મા ક્રમે: 92.1 અબજ ડૉલરના બજેટ સાથે ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ
Next: ગુજરાત ચૂંટણી પરિણામ 2026: સોશિયલ મીડિયા સ્ટાર્સનો જલવો, પૂર્વ IPS અને પૂર્વ MLA ની આંચકાજનક હાર
Follow

Recent Posts

  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
  • “ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ
  • મોદીની ચમચાગીરી ભારે પડી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.