વૈદિક જ્યોતિષ (Vedic Astrology) મુજબ, ગ્રહોના સેનાપતિ ગણાતા મંગળ દેવ 2 એપ્રિલ, 2026ના રોજ મીન રાશિમાં પ્રવેશ (Transit) કરવા જઈ રહ્યા છે.
મંગળનું આ રાશિ પરિવર્તન તમામ 12 રાશિઓ પર પ્રભાવ પાડશે, પરંતુ કેટલીક ખાસ રાશિઓ માટે આ સમયગાળો અત્યંત ભાગ્યશાળી સાબિત થશે. ખાસ કરીને મેષ (Aries), મિથુન (Gemini) અને ધન (Sagittarius) રાશિના જાતકોને આર્થિક (Financial) મોરચે મોટો ફાયદો થવાની સંભાવના છે.
આ ગોચર દરમિયાન મીન રાશિમાં સૂર્ય અને મંગળની યુતિથી ‘આદિત્ય મંગળ રાજયોગ’ (Aditya Mangal Rajyoga) રચાય રહ્યો છે. જેના કારણે નોકરીયાત વર્ગને પ્રમોશન (Promotion) અને પગાર વધારાના સારા સમાચાર મળી શકે છે.
વેપારીઓ માટે રોકાણ (Investment) કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે, જેમાં લાંબાગાળે મોટો નફો (Profit) મળી શકે છે. આ સિવાય અટકેલા સરકારી કામો પૂર્ણ થશે અને સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે અને પ્રોપર્ટી (Property) સંબંધિત વિવાદોનો ઉકેલ આવશે. મંગળનું આ ભ્રમણ જીવનમાં નવી ઉર્જા (Energy) અને આત્મવિશ્વાસ (Confidence) લાવશે.
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
