INSAF Thanksgiving | કેલિફોર્નિયાના બે એરિયા સ્થિત INSAF (ઇન્ડો અમેરિકન સિનિયર્સ એસોસિએશન, ફ્રિમોન્ટ) દ્વારા દિવાળી બાદ 24 નવેમ્બર 2026ના રોજ ફ્રિમોન્ટના AWC-Senior Center, Lake Elizabeth ખાતે થેન્ક્સગિવિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આશરે 100 લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વર્ષોથી બે એરિયામાં સ્થાયી થયેલા અને ચક્ષુહીન હોવા છતાં સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય ભદ્રેશ શાહની 12 વર્ષની પૌત્રી જીલ રાણપુરાને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જીલ એટલાન્ટાથી આવી હતી અને ઝૂમના માધ્યમથી ભારતીય ગુરુ પાસેથી સંગીતની તાલીમ મેળવે છે.

જીલે લતા મંગેશકરના ગીત ‘પિયા તોસે નૈના લાગે રે…’થી કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ આશા ભોંસલેના લોકપ્રિય ગીતો ‘મુઝકો હુઈ ન ખબર…’ અને ‘ચુરા લિયા હૈ તુમને જો દિલ કો…’ રજૂ કરી ઉપસ્થિત સૌનાં દિલ જીતી લીધાં હતાં. અંતે જીલના 15 વર્ષના ભાઈ નીલે કિશોર કુમારનું ‘પલ પલ દિલ કે પાસ…’ ગીત રજૂ કર્યું હતું.

કાર્યક્રમમાં ખાસ થેન્ક્સગિવિંગ લંચની વ્યવસ્થા સ્પોન્સર સોમેશ્વરન દ્વારા ઇડલી એક્સપ્રેસમાંથી કરવામાં આવી હતી. INSAF એસોસિએશને બે એરિયા અને ફ્રિમોન્ટના ભારતીય સમુદાયને હેપ્પી હોલિડેઝ અને સીઝન્સ ગ્રીટિંગ્સ પાઠવ્યાં હતાં.
( સંકલિત- યોગેશ નાણાવટી-INSAF-સેક્રેટરી)
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
