Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ઈરાનના હુમલાથી ભારત લાલચોળ: ગુજરાત આવી રહેલા જહાજ પર ફાયરિંગમાં 2 ભારતીયોના મોત

Chief Editor March 12, 2026
Indian Killed In Underwater Drone Attack By Iran On US-Owned Oil Tanker

US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East)માં વધી રહેલા તણાવની સીધી અસર હવે ભારતના દરિયાઈ વ્યાપાર પર જોવા મળી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) માં ગુજરાતના કંડલા બંદર (Kandla Port) તરફ આવી રહેલા એક થાઈ કાર્ગો જહાજ પર ઈરાન (Iran) દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં 2 ભારતીયોના મોત થતા ભારત સરકારે આકરો વિરોધ નોંધાવ્યો છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 11 માર્ચના રોજ થાઈલેન્ડના ‘મયુરી નારી’ (Mayuri Nari) જહાજ પર ઈરાની સુરક્ષા દળો (IRGC) દ્વારા નિશાન સાધવામાં આવ્યું હતું. આ જહાજ UAE ના ખલીફા બંદરથી ગુજરાત આવી રહ્યું હતું. બુધવારે સવારે 11 વાગ્યે થયેલા આ હુમલા બાદ રોયલ થાઈ નેવી (Royal Thai Navy) એ 20 ક્રૂ સભ્યોને બચાવી ઓમાન ખસેડ્યા છે, જ્યારે 3 સભ્યો હજુ પણ ગુમ છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, વાણિજ્યિક જહાજો (Commercial Vessels) પરના આવા હુમલા ભારત સખત શબ્દોમાં વખોડી કાઢે છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 2 ભારતીયોના મોત થયા છે.

ગલ્ફ દેશોમાં વસતા અંદાજે 1 કરોડ ભારતીયોની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait)માં વધતી અસ્થિરતાથી વૈશ્વિક તેલ પુરવઠા (Global Oil Supply) પર પણ જોખમ ઊભું થયું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: India (ભારત) Iran (ઈરાન) Strait of Hormuz (સ્ટ્રેટ ઓફ હોર્મુઝ) US-Israel-Iran war (અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ)

Post navigation

Previous: એક્શનમાં એલન મસ્ક: ‘X’ પ્લેટફોર્મ પરથી 80 કરોડ ફેક એકાઉન્ટ્સ સસ્પેન્ડ, સ્પામ નેટવર્ક પર તરાપ
Next: હોર્મુઝમાં ઈરાનની દાદાગીરી સામે UNSCમાં ભારત-અમેરિકા સહિત 135 દેશનો પ્રસ્તાવ
Follow

Recent Posts

  • Asian Games 2026: ગુજરાતના રેકોર્ડબ્રેક 9 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે
  • પેપર લીક વિરોધી બિલ સંસદમાં રજૂ: યુવા સાંસદો સંભાળશે મોરચો, કડક સજાની જોગવાઈ
  • સાયબર ફ્રોડનો ભોગ બનનારા માટે ગુજરાત સરકારની નવી પહેલ: ‘e-Zero FIR’ સેવાનો પ્રારંભ
  • ગુજરાતમાં મેઘતાંડવ: 14 ડેમ સંપૂર્ણ ભરાયા, 21 હાઈ એલર્ટ પર અને નર્મદા ડેમમાં 69% જળસંગ્રહ
  • અમદાવાદમાં ભારે વરસાદ: કોટ વિસ્તાર સુરક્ષિત, નવું અમદાવાદ પાણીમાં
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.