પટના (Patna): બિહારના રાજકારણમાં ફરી એકવાર મોટા પાયે પક્ષપલટા (Defection) ના સંકેતો મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહાર કોંગ્રેસ (Congress)ના તમામ 6 ધારાસભ્યો ટૂંક સમયમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ (JDU) માં જોડાય તેવી શક્યતા છે. જો આવું થશે, તો 243 સભ્યોની વિધાનસભા (Assembly) માં કોંગ્રેસનું અસ્તિત્વ શૂન્ય થઈ જશે.
રિપોર્ટ્સ મુજબ, કોંગ્રેસના ધારાસભ્યો (Congress MLA) પક્ષની કામગીરીથી નારાજ છે અને લાંબા સમયથી કોંગ્રેસ (Congress)ના કાર્યક્રમોથી અંતર જાળવી રહ્યા છે. જો આ જોડાણ સફળ રહેશે, તો જેડીયુ (JDU) 91 ધારાસભ્યો સાથે બિહારમાં સૌથી મોટી પાર્ટી (Largest Party) બની જશે અને 89 બેઠકો ધરાવતી ભાજપ (BJP) ને પાછળ છોડી દેશે.
બીજી તરફ, ભાજપ પણ પોતાનું વર્ચસ્વ જાળવવા સક્રિય છે. ઉપેન્દ્ર કુશવાહાની આરએલએમ (RLM) પાર્ટીના 4 માંથી 3 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનું કહેવાય છે. આ ઉપરાંત, પૂર્વ દિગ્ગજ નેતા આરસીપી સિંહની જેડીયુમાં ‘ઘર વાપસી’ (Homecoming) ની અટકળોએ પણ જોર પકડ્યું છે. આગામી દિવસોમાં બિહારના સત્તાધારી ગઠબંધન (Coalition) માં ‘નંબર ગેમ’ ને લઈને મોટી ખેંચતાણ જોવા મળી શકે છે, જે રાજ્યના રાજકીય સમીકરણોને સંપૂર્ણપણે બદલી નાખશે.
