Canada Andrew Branca Prashanth Sreekumar | કેનેડા (Canada)માં સારવારના અભાવે જીવ ગુમાવનાર ભારતીય મૂળના પ્રશાંત શ્રીકુમાર (Prashanth Srikumar) ના નિધન બાદ એક નવો વિવાદ સર્જાયો છે. એક અમેરિકન ઇન્ફ્લુએન્સર (American Influencer) એન્ડ્રુ બ્રાન્કાએ આ દુખદ ઘટનાની મજાક ઉડાવતા સમગ્ર વિશ્વમાં વસતા ભારતીયોમાં રોષ જોવા મળી રહ્યો છે.
શું હતી ઘટના?
કેનેડા (Canada)ના એડમોન્ટન (Edmonton)માં રહેતા 44 વર્ષીય પ્રશાંત શ્રીકુમારને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં 8 કલાક સુધી વેટિંગ એરિયા (Waiting Area) માં બેસાડી રાખવામાં આવ્યા હતા. યોગ્ય સમયે સારવાર ન મળતા કાર્ડિયાક અરેસ્ટ (Cardiac Arrest) ને કારણે તેમનું મોત નીપજ્યું હતું.
એન્ડ્રુ બ્રાન્કાની વિવાદાસ્પદ પોસ્ટ
અમેરિકન ઇન્ફ્લુએન્સર અને વકીલ હોવાનો દાવો કરતા એન્ડ્રુ બ્રાન્કા (Andrew Branca) એ ‘X’ (અગાઉ ટ્વિટર) પર અત્યંત વાંધાજનક પોસ્ટ કરી હતી. તેણે પ્રશાંતને ‘ભારતીય આક્રમણખોર’ (Indian Invader) ગણાવ્યા અને લખ્યું કે, જો તેઓ કેનેડા જવાને બદલે મુંબઈમાં રહ્યા હોત તો ભારતની ‘ઘટિયા હેલ્થકેર’ (Indian Healthcare) નો આનંદ લઈ શક્યા હોત.
તેણે વધુમાં ઉમેર્યું કે, કેનેડાની નબળી સ્વાસ્થ્ય સેવાઓથી બચવા માટે તેમણે મુંબઈમાં જ રહેવું જોઈતું હતું. એક વ્યક્તિના મૃત્યુ પર આવી અમાનવીય ટિપ્પણીને કારણે સોશિયલ મીડિયા પર લોકો તેને ‘નીચ’ અને ‘ઘૃણાસ્પદ’ ગણાવી રહ્યા છે.
ભારત વિરોધી માનસિકતા
આ પહેલીવાર નથી જ્યારે એન્ડ્રુ બ્રાન્કાએ ભારત વિરોધી (Anti-India) ઝેર ઓક્યું હોય. તેની પ્રોફાઇલ તપાસતા માલૂમ પડે છે કે તે અવારનવાર ભારતીયો માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતો રહે છે. લોકો હવે તેને સોશિયલ મીડિયા પર બ્લોક (Block) કરવાની અને તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
