Saudi, Pakistan, Turkey Defence Pact | મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયાના ભૌગોલિક-રાજકીય સમીકરણોમાં મોટો બદલાવ આવવા જઈ રહ્યો છે. સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તૂર્કિયે વચ્ચે એક શક્તિશાળી ત્રિપક્ષીય સૈન્ય ગઠબંધન (Military Alliance) આકાર લઈ રહ્યું છે. આ જોડાણને પશ્ચિમી દેશોના નાટો (NATO) જેવું જ પ્રભાવશાળી માનવામાં આવે છે.
શું છે આ ‘આર્ટિકલ-5’ જેવી સમજૂતી?
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, આ ગઠબંધનમાં નાટોના ‘આર્ટિકલ-5’ જેવી જોગવાઈ રાખવામાં આવી છે. જેનો અર્થ છે કે, ‘કોઈપણ એક દેશ પરનો હુમલો, તમામ દેશો પરનો હુમલો માનવામાં આવશે.’ તૂર્કિયે આ ગઠબંધનમાં સામેલ થવા માટે અંતિમ તબક્કાની મંત્રણા કરી રહ્યું છે.
ત્રણ દેશોની સંયુક્ત શક્તિ
આ ગઠબંધન ઇઝરાયલના પ્રભાવને રોકવા અને પ્રાદેશિક વર્ચસ્વ જાળવવા માટે મહત્વનું છે:
-
સાઉદી અરેબિયા: અઢળક આર્થિક સંસાધનો (Financial Resources).
-
પાકિસ્તાન: પરમાણુ હથિયાર (Nuclear Weapons) અને વિશાળ સૈન્યબળ.
-
તૂર્કિયે: અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજી (Drone Technology) અને યુદ્ધનો અનુભવ.
તૂર્કિયે તેના પાંચમી પેઢીના ફાઇટર જેટ પ્રોજેક્ટ ‘કાન’ (KAAN) માં પણ આ દેશોને સામેલ કરવા ઈચ્છે છે.
ભારત માટે ચિંતાનું કારણ?
પાકિસ્તાન માટે આ ડીલ સુરક્ષા કવચ સમાન છે, કારણ કે ‘ઓપરેશન સિંદૂર’ બાદ તે વૈશ્વિક સ્તરે અલગ-થલગ પડી ગયું છે. તૂર્કિયે હાલમાં પાકિસ્તાન માટે યુદ્ધજહાજ (Warships) બનાવી રહ્યું છે અને F-16 વિમાનોને અપગ્રેડ કરી રહ્યું છે. આ ત્રિપક્ષીય જોડાણ દક્ષિણ એશિયામાં ભારત માટે નવી સુરક્ષા ચિંતાઓ (Security Concerns) ઊભી કરી શકે છે.
