Canada Immigration Rules 2026: કેનેડા સરકારે 1 જાન્યુઆરી, 2026 થી ઇમિગ્રેશન અને લેબર પોલિસીમાં અનેક મહત્વના ફેરફારો અમલમાં મૂક્યા છે. આ ફેરફારોની સીધી અસર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ (International Students), વિદેશી ઉદ્યોગસાહસિકો અને કુશળ વ્યવસાયિકો પર પડશે.
1. માસ્ટર્સ અને ડોક્ટરલ વિદ્યાર્થીઓ માટે મોટી રાહત (Study Permit Rules)
ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે અભ્યાસ પરમિટના નિયમો હળવા કરવામાં આવ્યા છે:
હવે માસ્ટર્સ (Master’s) અને પીએચડી (Doctoral) વિદ્યાર્થીઓને સ્ટડી પરમિટ માટે ‘પ્રોવિન્શિયલ એટેસ્ટેશન લેટર’ (PAL) ની જરૂર પડશે નહીં.
ડોક્ટરલ વિદ્યાર્થીઓ માટે પ્રોસેસિંગ ઝડપી બનાવવામાં આવ્યું છે, જે હવે માત્ર 2 અઠવાડિયામાં પૂર્ણ થઈ શકશે.
આ ફેરફારથી વિદ્યાર્થીઓના શરૂઆતના ખર્ચમાં પણ ઘટાડો થશે.
2. સ્ટાર્ટ-અપ વિઝા પ્રોગ્રામ બંધ (Start-Up Visa Program)
કેનેડાએ તેના પ્રખ્યાત સ્ટાર્ટ-અપ વિઝા (Start-Up Visa) પ્રોગ્રામ હેઠળ નવી અરજીઓ લેવાનું બંધ કરી દીધું છે:
31 ડિસેમ્બર, 2025 પછી નવી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
જેમને 2025 માં કમિટમેન્ટ સર્ટિફિકેટ મળ્યું છે, તેઓ 30 જૂન, 2026 સુધી અરજી કરી શકશે.
સરકાર ટૂંક સમયમાં ઉદ્યોગસાહસિકો માટે નવો પાયલોટ પ્રોગ્રામ (Pilot Program) જાહેર કરશે.
3. ઓન્ટેરિયોમાં નોકરીના નિયમોમાં ફેરફાર (Ontario Employment Rules)
ઓન્ટેરિયો (Ontario) પ્રાંતમાં નવા આવનારાઓ માટે બે મોટા ફેરફારો થયા છે:
Canadian Work Experience: હવેથી નોકરીની જાહેરાતોમાં ‘કેનેડિયન અનુભવ’ હોવો ફરજિયાત છે તેવી શરત રાખી શકાશે નહીં.
ઝડપી વર્ક ઓથોરાઈઝેશન: અન્ય પ્રાંતમાં પ્રમાણિત પ્રોફેશનલ્સ (એન્જિનિયર, આર્કિટેક્ટ વગેરે) ઓન્ટેરિયોમાં માત્ર 10 દિવસમાં કામ શરૂ કરી શકશે.
AI ડિસ્ક્લોઝર: જો ભરતી પ્રક્રિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ થાય, તો કંપનીએ તે જણાવવું પડશે.
4. આલ્બર્ટા રૂરલ રિન્યુઅલ સ્ટ્રીમ (Alberta Rural Renewal Stream)
આલ્બર્ટા (Alberta) એ તેના ગ્રામીણ ઇમિગ્રેશન પ્રોગ્રામના નિયમો કડક બનાવ્યા છે:
અરજી સમયે અરજદાર પાસે માન્ય વર્ક પરમિટ (Work Permit) હોવી ફરજિયાત છે.
નીચા કૌશલ્ય (Lower-skilled) ધરાવતા કામદારોએ આલ્બર્ટામાં રહેવું જ પડશે.
કોમ્યુનિટી એન્ડોર્સમેન્ટ લેટરની માન્યતા હવે માત્ર 12 મહિનાની રહેશે.
આ ફેરફારો કેનેડાના લેબર માર્કેટને મજબૂત બનાવવા અને નવા આવનારાઓને વધુ તકો પૂરી પાડવા માટે કરવામાં આવ્યા છે.
