Abdominal pain cases in Gujarat 2025 : ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે એક ચિંતાજનક ટ્રેન્ડ (Trend) જોવા મળી રહ્યો છે. વર્ષ 2025 માં હૃદયરોગ (Heart Attack) અને શ્વસનતંત્રની બીમારીઓ કરતા પણ પેટના રોગો (Abdominal Pain) ના ઇમરજન્સી કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. 108 ઇમરજન્સી સેવા દ્વારા પ્રાપ્ત આંકડા મુજબ, રાજ્યમાં એક વર્ષમાં પેટના દુખાવાને કારણે હોસ્પિટલ પહોંચવું પડ્યું હોય તેવા 2,15,438 કેસ નોંધાયા છે.
બે વર્ષમાં 31% નો ધરખમ વધારો
આરોગ્ય નિષ્ણાતો માટે ચિંતાની વાત એ છે કે પેટના રોગો (Abdominal Pain)ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે:
વર્ષ 2023ની સરખામણીએ બે વર્ષમાં પેટના રોગો (Abdominal Pain)માં 31 ટકા (31%) નો વધારો થયો છે.
વર્ષ 2025 ના કેસો ગત વર્ષ કરતા 20,000 અને 2023 કરતા 52,000 વધુ છે.
સરખામણીમાં, વર્ષ 2025 માં હૃદયરોગના 98,582 અને શ્વસનતંત્રના 1,31,732 કેસ નોંધાયા હતા.
શહેરોમાં સ્થિતિ વધુ ગંભીર (District Wise Data)
આંકડા દર્શાવે છે કે મોટા શહેરોમાં જીવનશૈલી અને ખાનપાનને કારણે સમસ્યા વધુ વિકરાળ છે:
| જિલ્લો (District) | ઇમરજન્સી કોલ (Emergency Calls) |
| 1. અમદાવાદ (Ahmedabad) | ૬૦,૨૪૯ |
| 2. સુરત (Surat) | ૨૫,૬૬૩ |
| 3. વડોદરા (Vadodara) | ૯,૨૪૯ |
| 4. રાજકોટ (Rajkot) | ૮,૪૩૮ |
| 5. તાપી (Tapi) | ૭,૩૮૪ |
| 6. દાહોદ (Dahod) | ૬,૨૮૨ |
| 7. નવસારી (Navsari) | ૫,૭૭૩ |
| 8. ભાવનગર (Bhavnagar) | ૫,૬૨૨ |
| 9. છોટાઉદેપુર (Chhotaudepur) | ૫,૫૨૧ |
| 10. નર્મદા (Narmada) | ૫,૦૦૭ |
જુનાગઢ, જામનગર, કચ્છ, ગાંધીનગર જિલ્લામાં ચાર હજારથી વધુ
નોંધનીય છે કે માત્ર અમદાવાદ અને સુરતમાં જ કુલ કેસોના 40 ટકાથી વધુ કેસો નોંધાયા છે. તાપી જિલ્લામાં વસ્તી ઓછી હોવા છતાં ત્યાં 7 હજારથી વધુ કેસો મળ્યા છે.
નિષ્ણાતોના મતે પેટમાં અસહ્ય દુખાવો અને એમ્બ્યુલન્સ બોલાવવાની નોબત આવવા પાછળ નીચેના કારણો જવાબદાર છે:
ખોરાક અને પાચન: અપચો, ગેસ, કબજિયાત અને ભેળસેળિયો ખોરાક (Adulterated Food).
ઇન્ફેક્શન: સ્ટમક ફ્લુ (Stomach Flu), ઝાડા અને વાયરસથી ફેલાતા રોગો.
ગંભીર બીમારીઓ: એપેન્ડિસાઈટિસ (Appendicitis), પિત્તાશયની પથરી (Gallstones), અને પેન્ક્રીયાટાઈટીસ.
લાઇફસ્ટાઇલ: અનિયંત્રિત એસિડિટી, એસિડ રિફ્લક્સ (GERD), અલ્સર અને માનસિક ચિંતાને કારણે થતા IBS અથવા IBD.
અન્ય: મૂત્રમાર્ગમાં ઇન્ફેક્શન (UTI) ના કારણે થતો દુખાવો.
આ આંકડામાં પ્રેગ્નન્સી (Pregnancy) સંબંધી 3.76 લાખ કેસોનો સમાવેશ થતો નથી, જે આ બીમારીની ગંભીરતા દર્શાવે છે.
