તાલાલા Accident: ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના તાલાલા (Talala) તાલુકામાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સુરવા-માધુપુર રોડ પર ચૈતન્ય હનુમાન મંદિર પાસે આઈસર ટ્રક, બાઈક અને નારિયેળ ભરેલા છકડા (Rickshaw) વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માત (Accident)માં ત્રણ લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો છે.
લગ્નની ખરીદી કરવા નીકળ્યા ને કાળ આંબી ગયો
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતકોમાં કાકા-ભત્રીજાની જોડીનો પણ સમાવેશ થાય છે. કિશોરભાઈ અને તેમનો ભત્રીજો દીક્ષિત બાઈક પર લગ્નની ખરીદી (Wedding Shopping) કરવા જઈ રહ્યા હતા ત્યારે કાળમુખા આઈસરે તેમને અડફેટે (Accident) લીધા હતા. આ સાથે જ નારિયેળ ભરેલા છકડાના ચાલક પ્રભુદાસનું પણ આ અકસ્માત (Accident)માં કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
108 એમ્બ્યુલન્સ સામે રોષ
અકસ્માત બાદ ઘટનાસ્થળે હાજર લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે અકસ્માત (Accident)ની જાણ કર્યાના એક કલાક બાદ પણ 108 એમ્બ્યુલન્સ (Ambulance) ન પહોંચતા લોકરોષ ફાટી નીકળ્યો હતો. અંતે, મૃતદેહો અને ઇજાગ્રસ્તોને પોલીસ વાહન અને ખાનગી વાહનો દ્વારા તાલાલાની સરકારી હોસ્પિટલ (Government Hospital) ખસેડવામાં આવ્યા હતા.
પરિવારમાં માતમનો માહોલ
લગ્નના હરખ વચ્ચે કાકા-ભત્રીજાના મોતના સમાચાર મળતા જ પરિવારમાં કરુણ આક્રંદ છવાઈ ગયું છે. પોલીસે આ મામલે ગુનો નોંધી અકસ્માત (Road Accident) કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોસ્ટ મોર્ટમ (Post Mortem) બાદ મૃતદેહોને પરિવારજનોને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
