Rule Change: નવા વર્ષ 2026ની શરૂઆત સાથે જ સામાન્ય જનતાના બજેટ (Budget) પર અસર કરતા પાંચ મોટા ફેરફારો અમલી બન્યા છે. 1 જાન્યુઆરીથી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારાથી લઈને બેંકની રજાઓ સુધીની ઘણી બાબતો બદલાઈ ગઈ છે.
અહીં જાણો આજના પાંચ મુખ્ય ફેરફારો (Key Changes) વિશે:
1. કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘો થયો (Commercial LPG Price Hike)
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ (OMCs) 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં રૂ. 111નો તોતિંગ વધારો કર્યો છે.
-
દિલ્હી: ભાવ રૂ. 1580.50 થી વધીને રૂ. 1691.50 થયો.
-
મુંબઈ: ભાવ રૂ. 1531.50 થી વધીને રૂ. 1642.50 થયો. રાહતના સમાચાર: 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડર (Domestic Gas Cylinder) ના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
2. હવાઈ મુસાફરી સસ્તી થવાની શક્યતા (ATF Price Cut)
હવાઈ મુસાફરો માટે નવા વર્ષે સારા સમાચાર છે. સરકારે વિમાનના ઈંધણ એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવમાં ઘટાડો કર્યો છે. દિલ્હીમાં જેટ ફ્યુઅલની કિંમત રૂ. 99,676 થી ઘટીને હવે રૂ. 92,323 પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. આનાથી એરલાઇન્સ ટિકિટના દરમાં ઘટાડો કરી શકે છે.
3. નવી કાર ખરીદવી હવે મોંઘી (Car Prices Hike)
જો તમે વર્ષ 2026 માં નવી કાર (New Car) ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે વધુ કિંમત ચૂકવવી પડશે. ઉત્પાદન ખર્ચ (Input Cost) વધવાને કારણે મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ અને હ્યુન્ડાઈ જેવી દિગ્ગજ કંપનીઓએ તેમના વિવિધ મોડલ્સના ભાવમાં વધારો અમલી બનાવ્યો છે.
4. ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપારમાં મોટી રાહત (Zero Tariff)
વ્યાપાર ક્ષેત્રે (Trade Sector) ભારત માટે ઐતિહાસિક દિવસ છે. ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપાર કરારના 3 વર્ષ પૂર્ણ થતા, આજથી ઓસ્ટ્રેલિયા ભારતથી નિકાસ (Export) થતી તમામ 100% પ્રોડક્ટ્સ પર ‘ઝીરો ટેરિફ’ (Zero Tariff) એટલે કે શૂન્ય ટેક્સ લાગુ કરી રહ્યું છે. આનાથી ભારતીય નિકાસકારોને વૈશ્વિક બજારમાં મોટો ફાયદો થશે.
5. જાન્યુઆરીમાં બેંકો 16 દિવસ બંધ (Bank Holidays in January)
નવા વર્ષના પહેલા મહિને બેંકોમાં રજાઓનો મારો છે. RBI ની યાદી મુજબ:
-
મકરસંક્રાંતિ (Uttrayan), પ્રજાસત્તાક દિવસ (Republic Day) અને સાપ્તાહિક રજાઓ મળીને કુલ 16 દિવસ બેંકો બંધ રહેશે.
-
જોકે, ઓનલાઈન બેન્કિંગ (Online Banking) અને ATM સેવાઓ 24 કલાક કાર્યરત રહેશે.
નવા વર્ષના આ ફેરફારો મિશ્ર પ્રતિસાદ લઈને આવ્યા છે, જ્યાં એક તરફ મોંઘવારી વધી છે તો બીજી તરફ વ્યાપાર અને મુસાફરી ક્ષેત્રે રાહત પણ મળી છે.
