Breaking News

dhurandhar set in thailand Ahmedabad Threat to blow up famous schools in Amit Shah s Lok Sabha constituency 4-pedestrians-killed-after-being-hit-by-truck-driver-in-morbi

4-pedestrians-killed-after-being-hit-by-truck-driver-in-morbi

મોરબી: મોરબી (Morbi)ના પીપળીયા ગામ નજીક આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત (Accident)સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રક ચાલકે દ્વારકા જઈ રહેલા પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા 4 પદયાત્રીઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

બનાસકાંઠાથી દ્વારકા જતો હતો સંઘ

મળતી માહિતી મુજબ, આ પદયાત્રીઓ બનાસકાંઠાના દિયોદર વિસ્તારના રહેવાસી હતા અને પગપાળા સંઘ લઈને દ્વારકાધીશના દર્શને જઈ રહ્યા હતા. પીપળીયા નજીક માર્ગ પર પસાર થતી વખતે કાળમુખા ટ્રકે પાછળથી તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ચાર લોકોએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો.

પોલીસની કાર્યવાહી અને તપાસ

ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં નીચે મુજબની વિગતો સામે આવી છે:

  • મૃતદેહોનું પીએમ: પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે અને પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિજનોને સોંપવામાં આવશે.

  • ડ્રાઈવરની અટકાયત: અકસ્માત સર્જનાર ટ્રક ચાલકની અટકાયત કરી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

  • તપાસના ચક્રો ગતિમાન: ટ્રક ચાલક નશામાં હતો કે કેમ, અથવા અકસ્માત પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે આસપાસના CCTV ફૂટેજ કબજે કર્યા છે.

સ્થાનિક લોકો પણ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી. આ ઘટનાને પગલે પદયાત્રીઓના પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

અકસ્માતમાં મોતને ભેટરનાર વ્યકિત 1) ચૌધરી દિલીપભાઈ રાયભાઈ, 28, અધાગામ (દેવર) 2) ચૌધરી હાર્દિકભાઈ માલાભાઈ, 28, અધાગામ (દેવર) 3) ચૌધરી ભગવાનભાઈ લાલભાઈ, 65, નયા દેવદર (બનાસકાંઠા) 4) ચૌધરી અમજાભાઈ લાલભાઈ, 62, નાના દેવદર (બનાસકાંઠા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: