G Ram G : કેન્દ્ર સરકારે મનરેગા યોજનાનું નામ બદલી નાખ્યું છે. હવે આ યોજનાનું નામ જી રામ જી યોજના હશે. કેન્દ્ર સરકાર આ અંગે સંસદમાં એક બિલ લાવશે.
કેન્દ્ર સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ(MGNREGA)ના સ્થાને એક નવો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે સરકારે મનરેગાનો અંત લાવવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા માટે વિધેયકની નકલન લોકસભાના સાંસદો વચ્ચે વિતરીત કરી છે.
માહિતી પ્રમાણે આ વિધેયકનું નામ ‘વિકસિત ભારત ગેરન્ટી ફોર રોજગાર અને જીવિકા મિશન (ગ્રામીણ) 2025’ હશે. તેને સામાન્ય રીતે VB-G RAM G(વિકસિત ભારત ગેરન્ટી ફોર રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ)ના નામથી ઓળખવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ વિધેયકનો ઉદ્દેશ એક ગ્રામીણ વિકાસ માખળાને સ્થાપિત કરવાનો છે.
125 દિવસની રોજગારીની ખાતરી નવા વિધેયકમાં દરેક ગ્રામીણ પરિવારન દરેક નાણાકીય વર્ષમાં 125 દિવસની શ્રમ રોજગારીની કાનૂની ગેરન્ટી પૂરી પાડશે. લોકસભામાં આ અંગે ટૂંક સમયમાં ચર્ચા થવાની શક્યતા છે. આ નવા વિધેયક કાયદો બન્યા બાદ રોજગારીની ગેરન્ટી એવા પરિવારોને મળશે કે જેમા યુવા સભ્ય અકુશળ શારીરીક કાર્ય કરવા માટે પોતાને તૈયાર કરે છે.
આ વિધેયકમાં એવી પણ દરખાસ્ત છે કે કામ પૂરું થયાના એક સપ્તાહ અથવા 15 દિવસમાં જ પેમેન્ટ કરી દેવામાં આવશે. જો નિયત સમયમાં પેમેન્ટ ન કરવામાં આવે તો બેરોજગારી ભથ્થુ આપવાની પણ જોગવાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ બિલને ગૃહમાં રજૂ કરતા પહેલા ભાજપે પોતાના સાંસદ સભ્યોને વ્હિપ જારી કર્યું છે. ભાજપે તેના તમામ સાંસદોને આદેશ કર્યો છે તેઓ 15થી 19 ડિસેમ્બર સુધી લોકસભામાં ઉપસ્થિત રહે.
